Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાવાઝોડાની "આંખ" ગોવાથી દોઢસો કિલોમીટર દૂર આકાર લઈ રહ્યાનું જાહેર થયું

ગોવાના ડોપલર રાડારમાં તૌકેત વાવાઝોડાની આકાર લઈ રહેલ "આંખ" કેદ થઈ ગઈ.. વવાઝોડાનું મધ્યબિંદુ શનિવારે સાંજે ગોવાની દક્ષિણ-પશ્ચિમે ૧૫૦ કી.મી. દૂર હતું તેમ જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અક્ષય દેવરસે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર તસ્વીર સાથે જણાવ્યું છે. અન્ય તસવીર 11:00 લેવાયેલ ઇન્સેટ ઉપગ્રહ ની છે જેમાં વાવાઝોડું સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્ર ગોવા થી દક્ષિણના રાજ્યો સુધી અસર કરી રહેલું નજરે પડે છે કેરળ અને કર્ણાટકના કાંઠે ભારે વરસાદ અને પૂર આવ્યા છે.

(12:00 am IST)