Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

કોરોના કેસોમાં મહારાષ્ટ્રથી કર્ણાટક સતત આગળ નીકળી ગયું: મહારાષ્ટ્રમાં કોરોના કાબૂમાં આવવા લાગ્યો નવા ૩૪૮૪૮ અને કર્ણાટકમાં ૪૧૬૬૪ કેસ નોંધાયા: દેશમાં સર્વત્ર કેસોની સંખ્યા ઘટવા લાગી

તામિલનાડુમાં ૩૩૬૫૮; કેરળમાં ૩૨૬૮૦; આંધ્રમાં ૨૨૫૧૭; પશ્ચિમ બંગાળમાં ૧૯૫૧૧; રાજસ્થાન ૧૩૫૬૫; બેંગ્લોર ૧૩૪૦૨; યુપી ૧૨૫૧૩; હરિયાણા ૯૬૭૬ અને ગુજરાતમાં ૯ હજાર નવા કોરોના કેસો ૨૪ કલાકમાં નોંધાયા: ઉત્તરાખંડ, દિલ્હી, ચેન્નાઈ, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૫૬૫૪ થી ૭૬૬૪ સુધીના નવા કોરોના કેસ નોંધાયા છે: મહારાષ્ટ્રના પૂણેમાં કેઈસો ઘટીને ૫૩૭૧ થયા, જ્યારે મુંબઈમાં નવા કેસોની સંખ્યા માત્ર ૧૪૪૭ થઈ: ગુજરાતના અમદાવાદમાં પણ નવા કેઇસો ઘટી ગયા ૨૩૯૬ નવા કોરોના કેસ, સુરતમાં ૫૯૮, વડોદરા ૫૬૯ અને રાજકોટમાં ઘટીને ૨૭૪ નવા કોરોના કેસ નોંધાયા છે: જમ્મુ અને કાશ્મીરમાં ચિંતાજનક ૩૬૭૦ નવા કેસ થયા છે, જયપુર શહેરમાં પણ ૨૬૦૫ કેસ નોંધાયા: ગોવામાં ૧૯૫૭: ઈન્દોરમાં ૧૫૪૮: પુડુચેરીમાં ૧૫૯૮: દીવમાં પણ નવા ૮૪૦ કોરોના કેસો નોંધાયા છે: સૌથી ઓછા મેઘાલયમાં ૫૬૦ નવા કોરોના કેસ સર્જાયા છે.. *ન્યૂઝફર્સ્ટ

(4:23 pm IST)