Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

2 DG દવાનાં ઉત્પાદન માટે CSIR-IICT એ એન્થમ બાયોસાયન્સ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર કર્યો

એન્થમ બાયોસાયન્સ પ્રા.લિ.ને 2 DG (2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ) માટે બિન-વિશિષ્ટ લાઇસન્સ

નવી દિલ્હી : દેશમાં કોરોના વધતા પ્રકોપ વચ્ચે કેટલાક સારા અને રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. માહિતી અનુસાર, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અને ભારતીય રાસાયણિક ટેકનોલોજી સંસ્થા (IICT) એ 2 DG દવાંનાં ઉત્પાદન માટે બેંગ્લોર સ્થિત કંપની એન્થમ બાયોસાયન્સ પ્રા.લિ. સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર કર્યો છે.

એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 2 DG કોવિડ -19 વાયરસથી સંક્રમિત દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય છે અને ઓક્સિજન પરની અવલંબન ઘટાડો થાય છે. IICTએ એક નિવેદનમાં જણાવ્યું કે, અગાઉ પાવડર સ્વરૂપમાં આ દવા ડો. રેડ્ડીની લેબોરેટરીઝ દ્વારા ભારતમાં રજૂ કરવામાં આવી હતી.

નિવેદનમાં જણાવ્યા અનુસાર, એન્થમ બાયોસાયન્સ પ્રા.લિ.ને 2 DG (2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ) માટે બિન-વિશિષ્ટ લાઇસન્સ આપવામાં આવ્યું છે. CSIR-IICTના ડિરેક્ટર ચંદ્રશેખરે કહ્યું કે આ કરાર CSIRનાં પ્રયત્નોને અનુરૂપ છે, લોકોને કોવિડ-19 નો સામનો કરવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થઇ શકે.

(12:00 am IST)