Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

માનવ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડો પૈકીનું એક કૌભાંડ

નહિ સુધરે પાકિસ્તાન : ભારતના નામે કરોડો કટકટાવ્યા

પાકિસ્તાનના ચેરીટી સંગઠનોની કાળી કરતૂતનો પર્દાફાશ : કોરોના કાળમાં પણ કાળાકામો : ઉઘરાવેલા કરોડો રૂપિયા હવે ત્રાસવાદીઓને આપશે

વોશિંગ્ટન તા. ૧૬ : કોરોના સંકટ દરમિયાન અમેરિકામાં પાકિસ્તાન સાથે સંકળાયેલા ચેરીટી સંગઠનોએ કોરોના સામે લડવા માટે ભારતને મદદ આપવાના નામે કરોડો ડોલર ભેગા કર્યા હતા. જો કે એક રિપોર્ટમાં આ રકમનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓના સંચાલન અને સરકાર વિરોધી પ્રદર્શનોના આયોજનમાં થવાની આશંકા વ્યકત કરાઇ છે. 'દિસ ઇન્ફો લેબ'ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોનાની આડમાં પાકિસ્તાન સાથે સંકળાયેલા ચેરીટી સંગઠનોએ માનવ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડમાંથી એકને અંજામ આપ્યો હતો. તેમણે 'હેલ્પ ઇન્ડિયા બ્રીધ' અભિયાન હેઠળ બીજી લહેર સામે લડી રહેલા ભારતમાં વેન્ટીલેટર, મેડીકલ ઓકિસજન અને રસી સહિત અન્ય આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા વધારવા આર્થિક સહયોગની અપીલ કરી.

વૈશ્વિક સ્તરે ભારતની સારી છાપને ધ્યાનમાં રાખીને મોટા પાયે લોકોએ ઘણી બધી રકમ દાન કરી. જો કે આ સંગઠનોના પાકિસ્તાની સેનાની મદદથી ચાલી રહેલા આતંકવાદી જૂથો સાથે ગાઢ સંબંધો હોવાની વાત બહાર આવી છે. એટલે એવું મનાય રહ્યું છે કે ચેરીટીના નામે એકઠી કરાયેલી રકમનો ઉપયોગ વિરોધ પ્રદર્શનો અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે થઇ શકે છે.

'દિસ ઇન્ફો લેબ' અનુસાર ભારતની મદદના નામે ચેરીટી ભેગી કરનાર સંગઠનોમાં 'ઇમાના' એટલે કે ઇસ્લામિક મેડીકલ એસોસીએશન ઓફ નોર્થ અમેરિકા પણ સામેલ છે. ઇમાનાએ ૨૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ ઇન્સ્ટાગ્રામ પર 'હેલ્પ ઇન્ડિયા બ્રીધ' અભિયાન શરૂ કર્યું હતું. જેમાં પ્રારંભિક રીતે ૧.૮ કરોડ ડોલર એકઠા કરવાનું લક્ષ્ય રખાયું હતું. જો કે, તેણે ના તો અભિયાન દ્વારા એકત્રિત રકમનો ખુલાસો કર્યો, ના તો એ જણાવ્યું કે, સંબંધિત રકમ કયારે કયા ઉદ્દેશથી વપરાઇ. અમેરિકા ખાતેના અન્ય પાકિસ્તાની ચેરીટી સંગઠનોની પણ આ જ સ્થિતિ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ માનવ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડમાંથી એક છે. તેના અનુસાર ડો. ઇસ્માઇલ મેહર ઇમાનાના અધ્યક્ષ છે. મુખ્ય રૂપે તેમણે જ 'હેલ્પ ઇન્ડીયા બ્રીધ'ની યોજના બનાવી હતી.

(10:46 am IST)