Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડેઃ ૩૦ જૂન સુધી મળશે આ છૂટ

નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી જ ફોર્મ ૧૫-સીએ અને ૧૫-સીબી ફાઈલ કરવામાં તકલીફ પડી રહી હોવાની બૂમ ઊઠી હતી

નવી દિલ્હી, તા.૧૬: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ પર ડોકયુમેન્ટ્સ અપલોડ કરવામાં પડી રહેલી તકલીફને ધ્યાનમાં  લઈને સીબીડીટીએ આયાતનિકાસકારો માટે ઓનલાઈન ૧૫ સીએ અને ૧૫ સીબી ફોર્મ અપલોડ કરવાની જોગવાઈ હાલ પૂરતી કાઢી નાખીને આ ફોર્મ રૂબરૂ રજૂ કરવાની છૂટ આપી દીધી  છે.

નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી જ ફોર્મ ૧૫-સીએ અને ૧૫-સીબી ફાઈલ કરવામાં તકલીફ પડી રહી હોવાની બૂમ ઊઠી હતી. ૩૦મી જૂન સુધી જ આ છૂટ આપવામાં આવી છે. સાતમી જૂને જ ઇ-ફાઈલિંગ માટેનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

આયાત અને નિકાસ કરવા માટે ફોરેકસના ચલણમાં કરવામાં આવતા પમેન્ટ માટે આયાતકારે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી તેના દ્વારા કરવામાં આવી રહેલી ચૂકવણીની રકમ તેની આવકમાંની જ છે, તેમ જણાવતું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર અપાયા પછી જ બેન્કો પણ વિદેશી હૂંડિયામણમાં પેમેન્ટ રીલીઝ કરતી હોય છે.

આફોર્મ નવા પોર્ટલમાં અપલોડ થતાં જ નહોતા. તેથી આ ફોર્મ રૂબરૂમાં જઈને આપવાની હાલ તુરંત તો છૂટ આપી દેવામાં આવી છે. સીબીડીટીની સૂચના મુજબ ફોર્મ ૧૫-સીએ અને ફોર્મ ૧૫-સીબી માત્ર ૩૦મી જૂન સુધી ઓફલાઈન સબમિટ કરી શકાશે. જે તે સત્તાવાળાઓને તેમણે આ ફોર્મ ઓફલાઈન સબમિટ કરાના રહેશે. ૩૦મી જૂન ૨૦૨૧ સુધી આ છૂટ આપવામાં આવી છે.

પગારદાર કરદાતાઓ આઈટીઆર-૧ અને બિઝનેસ કરતાં કરદાતાઓ આઈટીઆર-૪ ઓનલાઈન ભરવાની સુવિધા નવા પોર્ટલ પર મેળવી શકે છે. બીજીતરફ નવા પોર્ટલ પર પગારદારોને આઈટીઆર-૨ ઓફલાઈન ભરવામાં મદદ મળી રહે છે. તેમ છતાંય નવા પોર્ટલ પર કામ કરવું સરળ નથી અને તે યુઝર ફ્રેન્ડલી પણ ન હોવાની બૂમ ઊઠી રહી છે. તેમાં અનેક અવરોધો પણ આવી રહ્યા છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રમાણપત્રની નકલ ૧૫-સીબીમાં અપલોડ કરવાની સાથે સાથે જ ફોર્મ ૧૫-સીએ ફાઈલ કરી દેવા ફરજિયાત છે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર આ વિગતો અપલોડ કરવાની છે. પરંતુ નવા પોર્ટલ પર તે અપલો થઈ શકતા નથી. તેથી સંબંધિત સત્ત્।ાવાળાઓને તેની હાર્ડ કોપી આપીને ફોરેકસના વહેવારો કરવાની સૂચના આપવામાં આવી છે.

ફોર્મ ૧૫-સીએ અને ફોર્મ ૧૫-સીબી આગામી અઠવાડિયાઓમાં સીબીડીટી તેના પોર્ટલ પર અપલોડ કરી દેશે. આ ફોર્મ અપલોડ કર્યા પછી અપલોડ કરનારને ડોકયુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર મળી જશે.

નવી સિસ્ટમ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવામાં દ્યણાં અવરોધ આવી રહ્યા છે. તેમાં લોગ ઇન કરવામાં પણ ઘણો વધારે સમય લાગી રહ્યો છે. કરદાતાને મળેલી નોટિસનો પ્રતિભાવ તેના પર મળતો નથી. તેના ગણાવવામાં આવેલા તમામ ફિચર્સ પ્રમાણે કામ થતું હોય તેમ જણાતું નથી.

(10:12 am IST)