Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગાજ્યા મેહ વરસ્યા નહીં:બિહારની 11 કરોડની વસ્તીમાં માત્ર 11 લોકોની જ આયુષ્યમાન ભારત અંતર્ગત કોરોનાની સારવાર !

ઉત્તર પ્રદેશમાં 875 અને ઝારખંડમાં 1,419 દર્દીઓની સારવાર થઇ : આરટીઆઈમાં થયો ખુલાસો

નવી દિલ્હી :એક આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે 11 કરોડ કરતા વધારે લોકોની વસ્તી ધરાવતા બિહારમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ફક્ત 19 લોકોની જ કોવિડ સારવાર થઈ છે.આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં 875 અને ઝારખંડમાં 1,419 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

 રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના અહેવાલ પ્રમાણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 23.78 લાખ (17.73 લાખ પરીક્ષણ અને 6.05 લાખ ઉપચાર) પ્રવેશને મફત પરીક્ષણ અને ઉપચાર માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવેલા લોકોની સંખ્યા આ યોજના અંતર્ગત સારવાર કરવામાં આવી તે લોકોની સરખામણીએ આશરે 3 ગણી વધારે છે.

વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના આશરે 50 કરોડ ભારતીયોને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા શરૂ કરવામાં આવી હતી કે ગરીબોને સારી ગુણવત્તાવાળી સસ્તી સ્વાસ્થ્ય સેવા મળે. આ યોજના અંતર્ગત એક લાભાર્થી પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ આશરે 5 લાખ રૂપિયા સુધીની મફત ચિકિત્સાનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

(11:16 am IST)