Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

નોકરીયાતોને રાહત :EPFOએ આધારને UAN સાથે જોડવાની ડેડલાઈન લંબાવી દીધી

PF રિટર્ન દાખલ કરવાના આદેશ પર અમલને 1 સપ્ટેમ્બર 2021 સુધી ટાળી દેવાયો

નવી દિલ્હી :રિટાયરેન્ટ ફંડની સંચાલન કરવા વાળી સંસ્થા EPFOના કર્મચારીઓના ભવિષ્ય નિધિ કોષના યુનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN)ને આધાર નંબર સાથે જોડતા PF રિટર્ન દાખલ કરવાના આદેશ પર અમલને 1 સપ્ટેમ્બર 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે. એમાં નિયુક્તાઓને એમના કર્મચારીઓના આધાર નંબરને એમના પીએફ અથવા UNA નંબર સાથે જોડવા માટે સમય મળી જશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) દ્વારા જારી કાર્યાલયના આદેશ મુજબ, આધાર સત્યાપિત UAN સાથે ઇલેક્ટ્રોનિક ચાલાન એટલે PF રિટર્નની રસીદ(ECR) દાખલ કરવા પર અમલની સમયમર્યાદાને વધારીને 1 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. EPFOએ આ સબંધમાં શ્રમ મંત્રાલયની એક અધિસુચના જારી થયા પછી આધાર નંબરને જોડવાને અનિવાર્ય કરવા નિર્ણય કર્યો છે

શ્રમ મંત્રાલયે આ સબંધમાં 3 મેના રોજ અધિસુચના જારી કરી છે જેમાં મંત્રાલયો અને એના હેઠળ કામ કરવા વાળી સંસ્થાઓથી સામાજિક સુરક્ષા હેઠળ લાભાર્થીઓને આધાર નંબર લેવાનું કહ્યું છે. સોશિયલ સિક્યોરિટી કોડ 2020ના લાગુ થયા પછી સેક્શન 142 હેઠળ પીએફ UAN અને આધાર કાર્ડ લિંક કરવાનું અનિવાર્ય છે.

(11:23 am IST)