Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

બે ડોઝના અંતરને લઇને થયો વિવાદ

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર : સલાહકારોએ ૮ થી ૧૨ સપ્તાહ કહ્યુ'તું : સરકારે ધરાર ૧૨-૧૬ ઠોકી બેસાડયા

નવી દિલ્હી તા. ૧૬ : કોવીશીલ્ડના બન્ને ડોઝ વચ્ચેના અંતરને બેગણુકરવાના સરકારના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારના આ નિર્ણય પાછળ જે એડવાઈઝરી બોર્ડના સભ્યોની સહમતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેઓએકોવીશીલ્ડનાબન્ને ડોઝ વચ્ચેના ગેપને ૧૨ થી ૧૬ સપ્તાહ વધારવાની ભલામણ કરી જ નહોતી એક અહેવાલમાં જણાવ્યા મુજબ, એડવાઈઝરી બોર્ડના અંતરને ૮ થી ૧૨ સપ્તાહ સુધી કરવાની સલાહ કરવામાં આવી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો હતો. જયારેવેકસીનની અછત હતી અને દેશભરમાં કોરોના સંક્ર્મણતેજીથી વધી રહ્યું હતું.

 વેકિસન માટે સરકાર દ્વારા નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન બનાવામાંઆવ્યું છે. જેનાઅધ્યક્ષ ડો એનકેઅરોડા છે.સરકારનોદાવો છે કે કોવીશીલ્ડનાબન્ને ડોઝ વધારવાનો નિર્ણય યુકેમાંથી મળેલા ડેટના આધાર પર લેવામાં આવ્યો છે. પરંતુ આ ગ્રુપના ૧૪ માંથી ત્રણ સભ્યો એવા પણ હતા જેને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે ડોઝ વચ્ચેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે આટલા પ્રમાણમાં ડેટા પર્યાપ્ત નથી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના પૂર્વ ડાયરેકટરએમ ડી ગુપ્તેએજણાવ્યું કે એનટીએજીઆઇએ વેકસીનના બન્ને ડોઝ વચ્ચેનું અંતર ૮ થી ૧૨ સપ્તાહ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ ૧૨ સપ્તાહથી વધુ બે ડોઝ વચ્ચેનું અંતર અંગે હાલમાં કોઈ ડેટા નથી. તેઓએકહ્યું ૮ થી ૧૨ સપ્તાહ સુધીનુંઅંતર યોગ્ય છે. પરંતુ ૧૨ થી ૧૬ સપ્તાહનું અંતર સરકાર તેમનીમરજીથી લઈને આવી છે. તે યોગ્ય કે અયોગ્ય પણ હોય શકે.હાલમાં અમારી પાસે કોઈ ડેટા નથી.

જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતોકે કોવીશીલ્ડની બન્ને ડોઝ વચ્ચેનું અંતર વધારવાનોનિર્ણય વૈજ્ઞાનિક આધાર પર અને એનટીએજીઆઈની સલાહ પર લેવામાં આવ્યો છે. સરકારે ૧૫ મેના રોજ કહ્યું હતું કે બન્નેડોઝ વચ્ચેનું અંતર વૈજ્ઞાનિક કારણોથી વધારવામાં આવ્યુછે વેકસીનની અછતના કારણે નહીં.

(11:30 am IST)