Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુનંદા પુષ્કર ડેથ કેસ : કોંગી આગેવાન શશી થરુર ઉપર પત્નીની હત્યા અંગેના આરોપનો ચુકાદો દિલ્હી કોર્ટે મુલતવી રાખ્યો : શશી થરૂર ઉપર કાયદેસર કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય હવે 2 જુલાઈના રોજ

ન્યુદિલ્હી : બહુ ચર્ચિત સુનંદા પુષ્કર ડેથ કેસનો ચુકાદો ફરી એકવાર મુલતવી રખાયો છે. આ અગાઉ આ ચુકાદો એપ્રિલ માસમાં આપવાનો હતો તે હવે 2 જુલાઈના રોજ અપાશે.જે અંતર્ગત શશી થરૂર ઉપર કાયદેસર કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય જાહેર કરશે.

નવી દિલ્હી ખાતેની  એક ફાઇવ સ્ટાર હોટલમાંથી જાન્યુઆરી  2014 માં સુનંદા પુષ્કર તેના સ્યુટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના અનુસંધાને દિલ્હી પોલીસે એફ આઈ આર નોંધી હતી. જે મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ 498 એ (ક્રૂરતા) અને 306 (આત્મહત્યા માટે મજબુર કરવા અંગે ) અથવા કલમ 302 (હત્યા)ના આરોપો લગાવાયા હતા.

શશી થરૂર ઉપરના આરોપો મુજબ સુનંદા સંપૂર્ણ સ્વસ્થ મહિલા હતા.તેમનું મૃત્યુ આલ્પ્રાઝોલમ ઝેરના  સેવનથી  થયું છે.ફરિયાદ મુજબ પુષ્કર ઉપર તેના પતિ દ્વારા કરાતા  લગ્નેત્તર સંબંધોના આક્ષેપોના કારણે તેઓ માનસિક ત્રાસ તથા ક્રૂરતાનો ભોગ  બની રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:18 pm IST)