Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જીવદયા પ્રેમી કિશોર શિકારીઓની બંદુક, કુહાડીથી ડર્યા વગર બોલ્યો 'ગોળી મારી દયો પણ જીવ હત્યા નહિ થવા દઉ': શિકારીઓનો વિડીયો કર્યો વાયરલ

૧૭ વર્ષીય જુંઝારસિંહ ચારણનું પ્રોત્સાહન વધારવા ઠેર-ઠેરથી ઇનામોની થઇ વર્ષા

બાડમેરઃ ૩ શિકારીઓની બંદુક અને કુહાડીથી ડર્યા વગર ૧૭ વર્ષના કિશોર જુંઝાર ચારણે જીવહત્યા કરી રહેલા શિકારીઓની સામે પડયો. તેને શિકારીઓએ ધમકાવ્યો અને સ્થળ ઉપરથી ચાલ્યા જવા ધમકી આપી, પરિવારને ફરીયાદ કરવાની વાત કહી પણ એકનો બે જુંઝાર ન થયો અને શિકારીઓનું મોબાઇલમાં રેકોર્ડીગ કરતો રહયો. શિકારીઓએ તેને ઓળખી લીધો અને તેના પિતા અને પરિવારનો હવાલો દઇ પાછા ચાલ્યા જવા હાથ જોડયા  પણ ને એકનો બે ન થયો. સમય જોઇને શિકારીઓ સ્થળ ઉપરથી ભાગી ગયા. આ વિડીયો વાયરલ થયો છે હજુ સુધી જંગલ ખાતાના અધિકારીઓએ શિકારીઓને પકડયા નથી. જીવદયા પ્રેમી આ કિશોરની હિંમતને ઠેર-ઠેરથી બિરદાવાઇ રહી છે. અખીલ ભારતીય બિસ્નોઇ મહાસભા જીવરક્ષા પર્યાવરણ કમીટીના ઓમ પ્રકાશ લોલએ કહયું કે, બિશ્નોઇ સમાજના રાષ્ટ્રીય નેતા અને સંરક્ષક અખીલ ભારતીય બિશ્નોઇ મહાસભા આદમપુરના વિધાયક ચૌધરી કુલદીપ બિશ્નોઇએ જુંઝારસિંહ ચારણનો વિડીયો જોઇ તેને પ્રોત્સાહીત કરવા અને તેનો ઉત્સાહ વધારવા એક લાખ રૂપીયાનું ઇનામ જાહેર કર્યુ છે. મહાસભાના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર બુડીયા અને મહેન્દ્ર ઘાયલે પ૧-પ૧ હજારનું ઇનામ જાહેર કર્યુ છે. રડકાબેરાના સરપંચ બિશ્નોઇ ટાઇગર ફોર્સના ખજાનચી ભંવરલાલ ખીચડે પ૧૦૦ રૂ. અને ગૌભકત રાજુ લોહાવટએ ૧૧૦૦૦નું ઇનામ જુંઝારસિંહને આપવાનું જાહેર કર્યુ છે.

(3:29 pm IST)