Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પ્રિયંકા મુસલમાન મતદારોના આધારે યુપીમાં અજમાવશે દાવ : ૨ લાખ મદરેસાનો સંપર્ક કરાશે

લખનૌ તા. ૧૬ : યુપીમાં વિધાનસભા ૨૦૨૨ને લઇને કોંગ્રેસે નવી રીતે તૈયારી શરૂ કરી છે. પાર્ટી દરેક મોરચે મજબૂત થવાની કોશિશ કરી રહી છે.

પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં મિશન યુપીની તૈયારી કરી રહેલ કોંગ્રેસનું ફોકસ પોતાના મતદાતાઓ ઉપર છે અને પાર્ટી તેને જ રીજવવાની કોશીશમાં છે. આ ક્રમમાં હવે દરેક જ્ઞાતિ અને ધર્મના વોટબેંકને સાધવા માટે અલગ-અલગ પ્લાનીંગ કરાઇ રહ્યું છે.

પાર્ટીના સૂત્રો મુજબ મુસલમાનો વચ્ચે જવા કોંગ્રેસ મદરેસામાં ભણી રહેલ બાળકોનો સહારો લેવા જઇ રહી છે. તે માટે કોંગ્રેસે પ્રદેશના લગભગ ૨ લાખ મદરેસાનું લીસ્ટ પણ તૈયાર કરી લીધું છે.

મુસ્લિમ મતો ઉપર સારી બનાવવા માટે મુસલમાન બાહુલ્ય ગામ કસબાઓ અને મોહલ્લામાં અનેક અનઓર્ગેનાઇઝ મદરેસા છે. કોંગ્રેસનું ફોકસ તેના ઉપર જ છે. અહીં ભણાવનાર મૌલાનાઓ અને બાળકો દ્વારા કોંગ્રેસ તેના પરિવારનો સંપર્ક સાધવામાં લાગી ગઇ છે. આ અભિયાનમાં લાગેલ કોંગ્રેસના પદાધિકારીઓ મુજબ આ પ્રકારના નાના - નાના મદરેસાઓની સંખ્યા ૨ લાખથી વધુ છે.

(3:30 pm IST)