Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોના સંક્રમણને અટકાવી દેશે વેલ્વેટલીફ છોડઃ CSIRની સ્ટડીમાં દાવો

નવી દિલ્હી, તા. ૧૬: કોરોના વાયરસ પર દેશ અને દુનિયામાં અલગ અલગ રિસર્ચ ચાલી રહ્યા છે ત્યારે એક એવી સ્ટડી સામે આવી છે જેને જાણીને તમને પણ ઝટકો લાગશે.

CSIRની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોરોનાનો ખતરો રોકવામાં કારગર સાબિત થઇ શકે છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યુ છે કે વેલ્વેટલીફ છોડ અને તે કોરોના વાયરસને વધવાથી રોકે છે. આ શોધ CSIRની ૩ લેબમાં કરવામાં આવી છે. આ સ્ટડી હજુ કોઇ પણ જગ્યાએ પ્રકાશિત થઇ નથી. આ છોડના અર્ક પહેલા પણ આયુર્વેદમાં તાવ અને વિશેષ રીતે ડેન્ગ્યુને મટાડવા માટે કરવામાં આવે છે. રિસર્ચર્સે કહ્યું કે આ એક એન્ટીવાયરલની જેમ કામ કરે છે.

આ છોડ વાયરસના સેલ કલ્ચર પર કામ કરે છે. આ છોડના અર્કમાં પાણી એડ કરવાથી કલ્ચરમાં વાયરલ કન્ટેન્ટને ૫૭ ટકા અને હાઇડ્રો અલ્કોહોલિક અર્કને ૯૮ટકા સુધી ઓછુ કરી દીધુ છે. આ છોડના અર્કમાં રહેલા અણુઓનું પરીક્ષણ કર્યુ હતુ તેમાં પેરેડાઇન ૮૦ ટકા સુધી અસરદાર માનવામાં આવ્યુ હતુ.

રિસર્ચર્સે કહ્યું કે પહેલા અમે એક કનેકિટવીટી મૅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ દવા એક એન્ટીવાયરલ તરીકે કામ કરે છે. જે લેબ સ્ટડીઝમા પણ સાબિત થયુ છે.

આ છોડનો ઉપયોગ પહેલા તાવ, ડેન્ગ્યુ જેવા રોગ મટાડવામાં થતો હતો અને બાદમાં કેટલીક હોર્મોનલ સમસ્યા મટાડવા માટે પણ કરવામાં આવતો હતો. હવે આ છોડ કોરોના સંક્રમણ ઘટાડવા માટે પણ ઉપયોગી છે તેવુ કહેવામાં આવી રહ્યુ છે અને આ સ્ટડીમાં સાબિત થયુ છે.

(3:36 pm IST)