Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોવેક્સીનને બનાવવા માટે ગાયના‌ વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં: RTIમાં મળેલા જવાબના આધાર પર ભારત બાયોટેકની કો-વેક્સીનને લઇને કોંગ્રેસ નેતા ગૌરવ પાંધી દ્વારા દાવો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસને હરાવવા માટે વેક્સીનેશનનું કામ ચાલી રહ્યુ છે. વેક્સીનને લઇને અલગ અલગ વાતો સામે આવી રહી છે. આ વચ્ચે ભારત બાયોટેકની કો-વેક્સીનને લઇને કોંગ્રેસ નેતા ગૌરવ પાંધી દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે.

ગૌરવનું કહેવુ છે કે કોવેક્સીનને બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ દાવો તેમણે એક RTIમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. આ નિવેદન બાદ કોવેક્સીનને લઇને ચર્ચા થઇ રહી છે અને ભારત બાયોટેકે સ્પષ્ટતા કરવી પડી છે.

ટ્વીટમાં કરવામાં આવ્યો હતો દાવો?

કોંગ્રેસના ગૌરવ પાંધીનું કહેવુ છે કે 20 દિવસથી ઓછી ઉંમર ધરાવતા ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સીનમાં કરવામાં આવે છે. જો આવુ છે તો સરકાર દ્વારા પહેલા આ મામલે જાણકારી કેમ ના આપવામાં આવી, કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચી શકે છે.

ગૌરવ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ કે એક RTIના જવાબમાં મોદી સરકારે માન્યુ છે કે કોવેક્સીનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે.

જે આરટીઆઇ શેર કરવામાં આવી છે, તેમાં જાણકારી આપવામાં આવી છે કે કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સ રિવાઇવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે.

વિવાદ બાદ ભારત બાયોટેકની સ્પષ્ટતા

આ દાવા બાદ સોશિયલ મીડિયા પર સતત કોવેક્સીનને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. તમામ સવાલો વચ્ચે ભારત બાયોટેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારત બાયોટેકનું કહેવુ છે કે વાયરસ રસીના નિર્માણ માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સની ગ્રોથ માટે થાય છે પરંતુ SARS CoV2 વાયરસની ગ્રોથ અથવા ફાઇનલ ફોર્મૂલામાં તેનો ઉપયોગ થયો નથી.

(4:47 pm IST)