Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

તામિલનાડુ સરકારે 12 મા ધોરણની CBSE પરીક્ષા રદ કરતા મદ્રાસ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : આ વિષય શિક્ષણ વિભાગનો છે તેમાં હાઇકોર્ટ દખલગીરી કરી શકે નહીં : રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ સ્ટે આપવાનો પણ નામદાર કોર્ટનો ઇન્કાર : 23 જૂન સુધીમાં ખુલાસો કરવા રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ

કેરળ :તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનએ 5 જૂનના રોજ ઘોષણાં કરી હતી કે  તમિલનાડુમાં COVID-19 ના ફેલાવાને કારણે આ વર્ષે 12 મા ધોરણની CBSE પરીક્ષા રદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના આ આદેશ વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.જેના કારણમાં મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનરજી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે જણાવ્યું હતું કે આ વિષય શિક્ષણ વિભાગનો છે તેમાં હાઇકોર્ટ દખલગીરી  કરી શકે નહીં . આથી રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ હાલની તકે અરજદારે સ્ટે માંગતા નામદાર  કોર્ટે  સ્ટે આપવાનો પણ ઇન્કાર કર્યો હતો.તથા જણાવ્યું હતું કે આ વિષય શિક્ષણ વિભાગનો છે કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં .

અરજદારે દલીલ કરી હતી  કે, 12 ધોરણના વિદ્યાર્થીઓને અંતિમ પરીક્ષા વિના પાસ થવા દેવાનો નિર્ણય ગેરકાયદેસર છે અને તે વિદ્યાર્થીઓ માટે પણ અન્યાયી છે. આ પિટિશનમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, 12 માં ધોરણની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી  કરવામાં સૌથી મહત્વપૂર્ણ છે.

નામદાર કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી 23 જૂન સુધીમાં ખુલાસો આપવા જણાવ્યું છે.તેવું બી.એન્ડ.બી.દ્વારા જાણવા મળે છે.

“અમે તે પ્રકારનું કંઈ નહીં કરીશું; અમે કદાચ તેમાં દખલ નહીં કરીએ. "

જોકે, કોર્ટે રાજ્યના જવાબ માટે 23 જૂને આ મુદ્દો મુક્યો છે.
અરજદારે દલીલ કરી છે કે, 12 ધોરણના વિદ્યાર્થીઓને અંતિમ પરીક્ષા વિના પાસ થવા દેવાનો નિર્ણય ગેરકાયદેસર છે અને તે જ વિદ્યાર્થીઓ માટે અન્યાયી છે. આ પિટિશનમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, 12 મી પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દીને નિર્ધારિત કરવામાં કદાચ સૌથી મહત્વપૂર્ણ છે.

(7:10 pm IST)