Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દેશમાં કોરોના બીજી લહેર સૌથી વધુ બિહારમાં 115 તબીબોએ જીવ ગુટમાવ્યો

દેશમાં અત્યાર સુધીમાં 730 તબીબો સંક્રમિત થયા બાદ મોતને ભેટયા

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેરમાં અત્યાર સુધી 730 ડૉક્ટરોના મોત નીપજ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ અંગે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સૌથી વધુ બિહારમાં 115 તબીબોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. Corona Second Wave

IMA તરફથી જાહેર કરવામાં આંકડા અનુસાર, બિહાર બાદ દિલ્હીમાં 109 તબીબોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે 79 અને પશ્ચિમ બંગાળમાં 62 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ રીતે આ જીવલેણ કોરોના વાઈરસ રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 99, આંધ્ર પ્રદેશમાં 38, ગુજરાત અને તેલંગાણામાં 37-37 ડોક્ટરોને ભરખી ચૂક્યો છે.

જ્યારે તમિલનાડુમાં 32, ઓડિશામાં 31, કેરળમાં 24, મહારાષ્ટ્રમાં 23 અને મધ્ય પ્રદેશમાં 16 તબીબોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગત વર્ષે પણ ભારતમાં 748 ડોક્ટરોએ કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે આ વખતની બીજી લહેર દરમિયાન ઓછા સમયમાં જ અત્યાર સુધી 730 ડોક્ટરોના મોત થયા છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસની બીજી લહેર દેશભરમાં ઘાતક સાબિત થઈ છે. જેના પગલે કેસો વધવાની સાથે મોતના આંકડાઓમાં પણ દરરોજ નવા રેકોર્ડ તૂટતા હતા. જો કે હવે ધીમે-ધીમે બીજી લહેર મંદ પડી રહી છે અને દૈનિક કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

(8:41 pm IST)