Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કંગાળ પાકિસ્તાનમાં હવે વીજળીનું ભયંકર સંકટ :અનેક શહેરોમાં 12-12 કલાક વીજકાપ :લોકોને ભારે મુશ્કેલી

વીજળી બચાવવા માટે સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપી દેવાઇ:સુરક્ષાકર્મીઓનું બજેટ 50 ટકા ઓછું કરી દેવાયુ

નવી દિલ્હી : કંગાલિયતના આરે ઉભેલા પાકિસ્તાનના ઘણા શહેરોમાં વીજળીની ભયાનક અછત જોવા મળી છે. અનેક શહેરોમાં 12-12 કલાક વીજળી પૂરવઠો ખોરવાઈ રહ્યો છે.પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પાકિસ્તાનના પાવર પ્લાન્ટ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટ એલએનજીની શોર્ટેજનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની સરકાર ધમપછાડા કરી રહી છે પણ એલએનજીનો પૂરતો સપ્લાય મળી રહ્યો નથી જેના પગલે પાવર પ્લાન્ટ ઠપ થઈ રહ્યા છે અને પાકિસ્તાનને 12 કલાકનો વીજળી કાપ મુકવો પડી રહ્યો છે તે પણ એવા સંજોગોમાં જ્યારે પાકિસ્તાનના ઘણા હિસ્સામાં હીટ વેવ ચાલી રહ્યો છે.

બીજી તરફ વીજળી બચાવવા માટે સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપી દેવાઇ છે તો સુરક્ષાકર્મીઓનું બજેટ 50 ટકા ઓછું કરી દેવાયુ છે ફર્ટિલાઈઝર પ્લાન્ટનો ગેસ સપ્લાય હાલમાં પાવર પ્લાન્ટને આપવામાં આવી રહ્યો છે… રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે ગ્લોબલ સ્તરે એલએનજીના ભાવ વધી ગયા હોવાથી કંપનીઓ પાકિસ્તાનને સપ્લાય કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ઉંચા ભાવે એલએનજી વેચીને પ્રોફિટ કમાઈ રહી છે પરિણામે પાકિસ્તાનની હાલત કફોડી બની છે.

(9:50 pm IST)