Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમેરિકા : દર પાંચમાંથી એક ગર્ભવતીએ કરાવ્‍યો ગર્ભપાત

૨૦૧૭ની સરખામણીએ ૨૦૨૦માં કેસ વધ્‍યા : ૫૪ ટકાએ ગર્ભપાત માટે લીધી દવા

નવી દિલ્‍હી તા. ૧૬ : અમેરિકામાં ગર્ભપાતના કેસમાં વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, લાંબા ગાળાના ઓછા કેસ પછી ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૨૦માં દેશમાં ગર્ભપાતની સંખ્‍યામાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં દર પાંચમાંથી એક ગર્ભવતી મહિલાનો ગર્ભપાત થયો હતો. આ આંકડા એવા સમયે વધી રહ્યા છે જયારે સુપ્રીમ કોર્ટ ૧૯૭૩ના ચુકાદાને ઉલટાવવાની તૈયારી કરી રહી છે.

ગર્ભપાત અધિકારોની હિમાયત કરતા સંશોધન જૂથ ગટ્ટમેકર ઇન્‍સ્‍ટિટ્‍યૂટના એક અહેવાલ મુજબ, ૨૦૨૦ માં યુએસમાં ૯,૩૦,૦૦૦ થી વધુ ગર્ભપાત થયા હતા, જે ૨૦૧૭ માં ૮,૬૨,૦૦૦ હતા. ૨૦૧૭ માં રાષ્ટ્રીય ગર્ભપાતના આંકડા ૧૯૭૩ યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સૌથી ઓછા હતા. તેના ૧૯૭૩ના ચુકાદામાં કોર્ટે દેશભરમાં ગર્ભપાતની પ્રક્રિયાને કાયદેસર બનાવી દીધી હતી. હવે તે પલટાવવા માટે તૈયાર છે.

ગુટ્ટમાકર ઇન્‍સ્‍ટિટ્‍યૂટના જણાવ્‍યા અનુસાર, ૨૦૨૦માં નોંધાયેલા કેસોમાં ૫૪ ટકા મહિલાઓ ગર્ભપાત માટે દવાઓનો ઉપયોગ કરતી હતી. જોકે, કોવિડ-૧૯ના કારણે અમેરિકાના કેટલાક રાજયોમાં ગર્ભપાતના કેસમાં પણ ઘટાડો થયો છે. સંશોધકોએ શોધી કાઢ્‍યું કે ૨૦૨૦માં ઓછીસ્ત્રીઓ ગર્ભવતી બની હતી અને મોટી સંખ્‍યામાંસ્ત્રીઓએ ગર્ભપાત કરાવ્‍યો હતો.

સત્તાવાર માહિતી અનુસાર, ૨૦૨૦ માં ગર્ભપાત દર ૧૫-૪૪ વય જૂથની ૧,૦૦૦સ્ત્રીઓ દીઠ ૧૪.૪ હતો, જે ૨૦૧૭ માં ૧,૦૦૦ સ્ત્રીઓ દીઠ ૧૩.૫ હતો. પヘમિ યુએસમાં ગર્ભપાતમાં ૧૨ ટકા, મિડવેસ્‍ટમાં ૧૦ ટકા, દક્ષિણમાં આઠ ટકા અને ઉત્તરપૂર્વમાં વધારો થયો છે.

(10:44 am IST)