Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દિલ્હી-એનસીઆર માં વરસાદ તુટી પડયો: ભારે ગરમી અને બફારાથી રાહત મળી

 ભારતીય હવામાન વિભાગએ  હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદ અને તોફાની પવનો સાથે વાવાઝોડાની આગાહી કરી હતી.  દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) ના કેટલાક ભાગોમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો.  ધોધમાર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ઉનાળાની ગરમીમાંથી રાહત મળી હતી. અહી છેલ્લા કેટલાક દિવસોથી ૪૪ થી ૪૭ ડિગ્રી ઉષ્ણતામાન રહ્યું હતું.

(10:54 am IST)