Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા

કોરોના ચેપમાં તીવ્ર ઉછાળો : છેલ્લા ૨૪ કલાકમાં ૭,૬૨૪ લોકો કોરોનાથી સાજા થયા છે : વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા ૪,૨૬,૭૪,૭૧૨ પર પહોઁચી ગઇ છે

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના ચેપના કેસોમાî તીવ્ર ઉછાળો આવ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાî ૧૨,૨૧૩ નવા કેસ નોîધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાî ૭,૬૨૪ લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાî અત્યાર સુધીમાî આ વાયરસથી સાજા થયેલા લોકોની સîખ્યા ૪,૨૬,૭૪,૭૧૨ પર પહોંચી ગઈ છે. સરકારી આંકડા મુજબ, હાલમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૫૮,૨૧૫ છે. પુનઃ ­પ્રાપ્તિ દર હાલમાં ૯૮.૬૫% છે, દૈનિક હકારાત્મકતા દર ૨.૩૫% છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર ૨.૩૮% છે.


દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૯૫.૬૭ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૮૫.૬૩ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫,૧૯,૪૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઇકાલે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના ૧,૩૭૫ નવા કેસ નોંધાયા છે અને ચેપ દર ૭.૦૧ ટકા છે. જા કે, ચેપને કારણે મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી. વિભાગે તેના નવા બુલેટિનમાં જણાવ્યું છે કે બુધવારે નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૧૯,૧૫,૯૦૫ થઈ ગઈ છે. મૃતકોની કુલ સંખ્યા ૨૬,૨૨૩ છે. મંગળવારે, દિલ્હીમાં ચેપના ૧,૧૧૮ કેસ નોંધાયા હતા અને ચેપ દર ૬.૫૦ ટકા હતો.

 

(11:38 am IST)