Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

' ગધેડીનું દૂધ ' : લાખો રૂપિયાની કમાણી : કર્ણાટકના IT વ્યવસાયિકે દૂધ વેચવા માટે નોકરી છોડી : 20 ગધેડા ખરીદી 42 લાખ રૂપિયાના રોકાણ સાથે મેંગ્લોરમાં ડોન્કી ફાર્મ ખોલ્યું : ઔષધ તથા બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ ખુબ ઉપયોગી આ દૂધના 17 લાખ રૂપિયાના એડવાન્સ ઓર્ડર આવી ગયા : ગધેડાનું મૂત્ર પણ 500 થી 600 રૂપિયા પ્રતિ લીટર : કરોડોની કમાણી માટેના દ્વાર ખુલ્યા

મેંગ્લોર : ગધેડાને જોઈને મનમાં વિચાર આવે છે કે આ પ્રાણી કોઈ કામનું નથી, પરંતુ કર્ણાટકના એક વ્યક્તિએ આ વાતને ખોટી સાબિત કરી એક દાખલો બેસાડ્યો છે. ગધેડાની દુર્દશા જોઈને માણસે પોતાનું મોટું દિલ બતાવ્યું અને નક્કી કર્યું કે તે ગધેડાઓનું પાલન કરશે અને તેમની પાસેથી પૈસા કમાશે. આ માણસની યુક્તિ કામ કરી ગઈ. આટલું જ નહીં, આ માટે વ્યક્તિએ તેની IT નોકરી છોડી દીધી.

કર્ણાટકના વતની શ્રીનિવાસે રાજ્યનું પ્રથમ ડીંકી ફાર્મ ખોલ્યું છે. પહેલા તો આ માટે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ હવે તે આનાથી તેના માટે કરોડોની કમાણીના દ્વાર ખુલી ગયા છે.

ન્યૂઝ એજન્સી ANIએ આ અંગે કેટલીક તસવીરો જાહેર કરી છે અને શ્રીનિવાસ ગૌડા સાથે પણ વાત કરી છે.  શ્રીનિવાસ ગૌડા કહે છે કે અત્યારે અમારી પાસે 20 ગધેડા છે અને મેં લગભગ 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. અમે ગધેડીનું દૂધ વેચવાની યોજના બનાવી રહ્યા છીએ જેના ઘણા ફાયદા છે. અમારું સપનું છે કે ગધેડીનું દૂધ બધાને મળવું જોઈએ. કારણ કે ગધેડીનું દૂધ એક દવા પણ છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ગધેડીનું દૂધ વેચે છે. તેઓ સુપરમાર્કેટ, મોલ અને દુકાનોમાં ગધેડીનું દૂધ સપ્લાય કરે છે. તેનું કહેવું છે કે ટૂંક સમયમાં તે બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીને પણ દૂધ સપ્લાય કરશે અને તેને 17 લાખ રૂપિયાનો ઓર્ડર મળી ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગધેડાનું મૂત્ર પણ 500 થી 600 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાય છે અને ગધેડાના છાણનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે.

હાલમાં શ્રીનિવાસ ગૌડા પોતાના ગધેડાઓની સેવા માટે ચર્ચાનો વિષય બનેલા છે. શ્રીનિવાસ ગૌડા બેંગ્લોર પાસેના રામનગરના રહેવાસી છે. તેણે મેંગલુરુ પાસે આ ફાર્મ ખોલ્યું છે. BA સ્નાતક, ગૌડાએ વિવિધ નોકરીઓમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે એક સોફ્ટવેર ફર્મમાં પણ કામકરી ચુક્યા છે. પરંતુ હવે તેઓ તેમના આ કામ માટે જાણીતા થઇ ગયા છે. તેવું એચ.ઈ.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)