Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મનપાની તિજોરીમાં આવાસ ધારકોએ હપ્‍તા પેટે ૭૫ દિવસમાં ર૮ કરોડથી વધુ ઠાલવ્‍યા

ગઇકાલે એક જ દિવસમાં ૯૦ લાખથી વધુ રકમ જમાઃ જુનમાં ૭ કરોડથી વધુ જમા કરાવ્‍યા

રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના બીએસયુપી ૧,ર,૩, રાજીવ આવાસ યોજના ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧ર, હુડકો વામ્‍બે અને સફાઇ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧ એપ્રિલ થી ૧પ જુન સુધીમાં રૂા.ર૮, ૪૪,૩ર,૮ર૦ આવક આવાસના હપ્‍તા પેટે થયેલ છે. જયારે તા.૧ થી ૧પ જુન સુધીમાં રૂ.૭,૦૮,૩૬,૭૩૯ આવક આવાસના હપ્‍તા પેટે મળી છ.ે

જયારે ગઇકાલે તા.૧પ ના રોજ એક જ દિવસમાં ૯૦,૭૭,૮પ૧ આવક આવાસના હપ્‍તા પેટે જમા થયેલ છે

(3:51 pm IST)