Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હિમાચલ હાઈકોર્ટના એક્‍ટિંગ ચીફ જસ્‍ટિસની પુત્રી કલ્‍યાણી સિંહની ધરપકડ

ચંદીગઢના નેશનલ લેવલ સુટર સિપ્‍પી સિદ્વુ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી

ચંદીગઢ, તા.૧૬: ચંદીગઢના નેશનલ લેવલના શૂટર અને વકીલ સુખમનપ્રીત સિંહ ઉર્ફે સિપ્‍પી સિદ્ધુ હત્‍યા કેસમાં સીબીઆઈએ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્‍ય ન્‍યાયાધીશની પુત્રી કલ્‍યાણી સિંહની ધરપકડ કરી છે. ધરપકડ ગુરુવારે થઈ હતી. સીબીઆઈએ સાત વર્ષ જૂના કેસમાં કલ્‍યાણી સિંહની ધરપકડ કરી છે. કલ્‍યાણી ગળહ વિજ્ઞાન વિભાગ, પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ ગવર્નમેન્‍ટ કોલેજ ફોર ગર્લ્‍સ, સેક્‍ટર-૪૨, ચંદીગઢમાં સહાયક પ્રોફેસર છે.

CBIએ કલ્‍યાણી સિંહને કોર્ટમાં રજૂ કરીને ૪ દિવસના રિમાન્‍ડ પર લીધા હતા. કલ્‍યાણી સિંહની માતા જસ્‍ટિસ સબીના પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ રહી ચૂકયા છે. હવે તે હિમાચલ હાઈકોર્ટમાં પોસ્‍ટેડ છે.

મળતી માહિતી મુજબ, ૩૫ વર્ષીય સિપ્‍પીનો મળતદેહ ૨૦ સપ્‍ટેમ્‍બર ૨૦૧૫ના રોજ ચંદીગઢના સેક્‍ટર-૨૭ના એક પાર્કમાંથી મળ્‍યો હતો. તેની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. હત્‍યાના આ જ આરોપમાં કલ્‍યાણીની ૧૫ જૂન, ૨૦૨૨ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્‍યે ધરપકડ કરવામાં આવી હતી. કલ્‍યાણીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળ્‍યા બાદ કોર્ટે કલ્‍યાણી સિંહને ૪ દિવસના રિમાન્‍ડ પર મોકલી અપાઈ હતી.

૨૦ જાન્‍યુઆરી, ૨૦૧૬ ના રોજ, સિપ્‍પી સિદ્ધુના પરિવારની માંગણીઓ અને સર્વાંગી દબાણ પછી, ચંદીગઢના તત્‍કાલિન ગળહ સચિવે સિપ્‍પી હત્‍યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કર્યો. ૧૩ એપ્રિલ, ૨૦૧૬ના રોજ, સીબીઆઈએ કલ્‍યાણી સિંહ અને અન્‍ય લોકો સામે હત્‍યા, ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ કરવા અને આર્મ્‍સ એક્‍ટ હેઠળ કેસ નોંધ્‍યો હતો.

સીબીઆઈની સ્‍પેશિયલ ક્રાઈમ બ્રાન્‍ચ આ કેસની તપાસ કરી રહી છે. સિપ્‍પી સિદ્ધુ પોતાના પરિવાર સાથે મોહાલીના ફેઝ ૩બી૨માં રહેતા હતા. સિપ્‍પીની ૨૦ સપ્‍ટેમ્‍બર ૨૦૧૫ની રાત્રે સેક્‍ટર-૨૭ના પાર્કમાં ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી.

(3:57 pm IST)