Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હાર્દિકને પ્રમોશનઃ આયર લેન્ડના પ્રવાસમાં કેપ્ટન

આઇપીએલ બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની પ્રતિભા બતાવવાની તકઃ ભુવીવાઇસ કેપ્ટન

નવી દિલ્હીઃ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સને પહેલી જ સીઝનમાં પોતાની બેમિસાલ કેપ્ટન્સીથી ચેમ્પિયનપદ અપાવનાર હાર્દિક પંડયાને માત્ર ૧૬ દિવસમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી મળી છે. હાર્દિકને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના શાનદાર નેતૃત્વના કૌશલ્યને બતાડવાનો મોકો મળી રહ્યો છે. તેના સુકાનમાં ભારતીય ટીમ આયરલેન્ડમાં આગામી ૨૬ અને ૨૮ જૂને ટી૨૦ રમશે. ભુવનેશ્વર કુમારને હાર્દિકનો ડેપ્યુટી બનાવાયો છે. રોહિત શર્માના સુકાનમાં ટેસ્ટ-ટીમ ઇંગ્લેન્ડમાં બાકીની એક ટેસ્ટ રમવા જવાની હોવાથી તે તેમ જ વિરાટ કોહલી અને વિકેટકીપર રિષભ પંત વગેરેનો આયરલેન્ડ માટેની ટીમમાં સમાવેશ નથી. ભારતીય ટીમઃ

હાર્દિક પંડયા (કેપ્ટન) , ભુવનેશ્વરકુમાર (વાઇસ-કેપ્ટન), ઇશાન કિશન, દિનેશ કાર્તિક, ઋતુરાજ ગાયકવાડ , સંજુ સેમસન, સુર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, વેકટેશ ઐયર, દીપક હૂડા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપસિંહ અને ઉમરાન મલિક

(4:23 pm IST)