Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આ ‘‘એફઆઇઆર'' છે, કોઇ પોર્ન સાહિત્‍ય નથી...

વૈવાહિક તકરારના કેસમાં અલ્‍હાબાદ હાઇકોર્ટનો ફરિયાદી મહિલાને ઠપકોઃ પતિ અને સાસરીયાઓની ધરપકડ માટેની અરજી કોર્ટે ફગાવી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના હાપુરની એક મહિલા દ્વારા કરાયેલ એફઆઇઆરના નિરીક્ષણ પછી અલ્‍હાબાદ હાઇકોર્ટે તેને બીભત્‍સ સાહિત્‍ય સમાન ગણાવીને ડોમેસ્‍ટીક વાયોલન્‍સ કેસના આરોપીઓની ધરપકડ કરવાનો ઇન્‍કાર કરી દીધો હતો.

મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને બીભત્‍સ સાહિત્‍ય સમાન ગણાવતા આ કેસના આરોપી તેના પતિ, સસરા, દિયરની ધરપકડ કરવાની ના પાડી દીધી હતી. મહિલાએ પોતાના પતિ, સસરા અને દિયર સામે સેકસુઅલ હેરેસમેન્‍ટ અને દહેજ માટે દબાણના આરોપો મુકયા હતા તેણે એફઆઇઆરમાં પોતાની સાસુનુ નામ પણ આપ્‍યું હતું. પોતાની ફરીયાદમાં મહિલાએ જણાવ્‍યું હતું કે તેના સસરા તેની પાસે જાતિય માંગણી કરતા હતા જયારે તેના દિયર તેના પર બળાત્‍કારનો પ્રયાસ કર્યો હતો. તેણે આરોપ મુકયો હતો કે તેની સાસુ અને નણંદે તેના પર ગભપાત માટે દબાણ કર્યુ હતું. તેણે પોતાના પતિ વિરૂધ્‍ધ જબરદસ્‍તીથી સૃષ્‍ટિ વિરૂધ્‍ધના કાર્યનો આરોપ મુકયો હતો. જસ્‍ટીસ રાહુલ ચતુર્વેદીએ કહ્યું કે ‘‘એફઆઇઆર''એ ગુનાહિત કાર્ય અંગે માહિતી આપવાની જગ્‍યા છે. તે બીભત્‍સ સાહિત્‍ય નથી જેમાં આટલું બધું ગ્રાફીકલ વર્ણન આપવાની જરૂર પડે.

(4:39 pm IST)