Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દેશમાં 15 કરોડ લોકોના ઇન્‍ટરનેટ ઉપયોગમાં 6 કરોડ યુવતિઓ માત્ર ગુગલ પર સર્ચ કરે છે

ગુગલ સર્ચ એન્‍જીન હોવાથી કોઇપણ સવાલનો જવાબ તરત જ આપે

મુંબઇઃ દેશમાં 15 કરોડ ઇન્‍ટરનેટ ઉપયોગ કરતા લોકોમાં 6 કરોડ યુવતિઓ હવે ઓનલાઇન અને જીવનને વધુ માહિતીસભર બનાવવા માટે ગુગલ પર સર્ચ કરે છે. કેરિયરથી લઇ અભ્‍યાસ, ઘરગથ્‍થુ ઉપચાર, રસોઇ, શોપિંગ, બ્‍યુટી ટીપ્‍સ, શોખ, રોમેન્‍ટીક મ્‍યુઝીક, મહેંદી ડિઝાઇન સહિતની માહિતી મેળવતી હોય છે.

ગૂગલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું સર્ચ એન્જિન છે. મગજમાં જે પણ સવાલ આવે છે, તેનો જવાબ આપણે ગૂગલ પર મેળવી શકે છે. કહેવામાં પણ આવે છે ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ હોય છે. દર વર્ષે ગૂગલ તેના સર્ચ રિઝલ્ટ્સનો એક રિપોર્ટ જાહેર કરે છે. ગત વર્ષનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં યુવતીઓના ઇન્ટરનેટ યુઝ કરવા મામલે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 15 કરોડ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓમાંથી ભારતમાં લગભગ 6 કરોડ યુવતીઓ હવે ઓનલાઈન છે અને રોજિંદા જીવનને સારું બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત યુવતીઓ ગૂગલ પર શું સર્ચ કરે છે તે જાણકારી ખુબ જ રસપ્રદ હશે. આવો જાણીએ...

સૌથી વધારે સર્ચ કરે છે કરિયરથી જોડાયેલી જાણકારી

રિપોર્ટ અનુસાર, યુવતીઓ નાનપણથી એમ્બિશયસ છે તેઓ તેમના કરિયર પર સૌથી વધારે ધ્યાન આપે છે. આવી છોકરીઓ ઇન્ટરનેટ પર તેના સંબંધિત જાણકારીઓ સર્ચ કરે છે. જેમ કે, તેમન કઈ દિશામાં કરિયર બનાવવું જોઇએ અથવા કયો કોર્સ અથવા સબ્જેક્ટ પસંદ કરવો જોઇએ.

વધારે કરે છે ઓનલાઈન શોપિંગ

આ ઉપરાંત યુવતીઓ ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર જઈ કપડાની ડિઝાઈન, નવું કલેક્શન્સ, ઓફર્સ વિશે ઇન્ટરનેટ પર વધારે સર્ચ કરે છે. આ વાત પહેલા પણ ઘણા રિસર્ચમાં સામે આવી છે.

બ્યુટી ટિપ્સ માટે કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ

યુવતીઓ સુંદર અને સૌથી અલગ દેખાવાનું ઘણું પસંદ કરે છે. આ માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. યુવતીઓ સૌથી વધારે ફેશન, ટ્રેન્ડ્સ, બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને ઘરેલું નુસ્ખા વિશે સર્ચ કરવાનું પસંદ કરે છે.

મહેંદીની ડિઝાઇન પણ કરે છે સર્ચ

યુવતીઓને મહેંદી લગાવવી ઘણી પસંદ છે. આ વાત આ રિસર્ચમાં પણ સામે આવી છે. યુવતીઓ ઘણી વખત ગૂગલ પર મહેંદીની લેટેસ્ટ ડિઝાઈન સર્ચ કરે છે.

રોમેન્ટિક મ્યુઝિકનો પણ છે શોખ

સામાન્ય રીતે મ્યુઝિક સાંભળવું ગમે છે. પરંતુ યુવતી દ્વારા સૌથી વધારે સર્ચ કરવામાં આવતી વસ્તુમાં મ્યુઝિક પણ સામેલ છે. યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક ગીતો ખુબ જ સર્ચ કરે છે અને સાંભળે પણ છે. આ સાથે જ યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક શાયરી પણ સર્ચ કરે છે.

(5:11 pm IST)