Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ડાયાબિટીસનાં દર્દીને સ્‍વસ્‍થ રહેવા માટે રામ બાણરૂપ સાબિત થશે આ ભાજી, શુગર લેવલ કંટ્રોલમાં રહેશે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્‍ટ્રોલનુ લેવલ ઓછુ થશે

મેથી અને તેના પાન ખાવાથી થશે અનેક ફાયદા : મેથીમાં રહેલ સોલ્‍યુબલ ફાયબર શરીરમાં શુગર શોષવાની પ્રક્રિયાને ધીમી કરશે

નવી દિલ્‍લી : દરેક ઘરમાં હવે એક ડાયાબિટીસનુ પેસેન્‍ટ જોવા મળે છે. જેના કારણે હાલ ડાયાબિટીસની બિમારી સામાન્‍ય થઈ ગઈ છે. અને આ બિમારી જો કોઇને એક વખત થઈ જાય તો જીંદગીભર તેનો પીછો છોડતી નથી. અને ડાયાબિટીસનાં દર્દીને તેના શરીરનુ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રાખવુ પડે છે. જેમા તેમની મદદ કરે છે. મેથી તથા મેથીનાં પાન.. મેથી ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને તેમા રહેલ સોલ્‍યુબલ ફાયબર શરીરમાં શુગર શોષવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

દુનિયાભરમાં ડાયાબિટીસની બિમારી સામન્ય થઈ ગઈ છે. ભારતને તો ડાયાબિટીસની રાજધાની પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં આ બિમારીના દર્દીઓની સંખ્યા કરોડોમાં છે. આ બિમારી એક વખત જો કોઈને થઈ જાય તો જીવનભર પીછો છોડતી નથી, તેમને હંમેશા બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવું પડે છે, નહીં તો અન્ય બિમારીનો ખતરો પેદા થઈ જાય છે.

ડાયાબિટીસમાં ખાવા જોઇએ હેલ્ધી ફૂડ્સ

ડાયાબિટીસના દર્દીઓને સ્વીટ વસ્તુથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધી આ બિમારીનો કોઈ નક્કર ઉપચાર મળ્યો નથી, પરંતુ હેલ્ધી ડાયટ ખાવાથી સ્વસ્થ રહી શકાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ ખાવી જોઇએ મેથી અને તેના પાન

આપણે વાત કરી રહ્યા છીએ મેથીની, જેના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પ્રોટીન, નેચરલ ફેટ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, જિંક, વિટામિન સી, થાયમિન, નિયાસિન, રાઈબોફ્લેવિન, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે, ફોલેટ, ઉર્જા, એન્ટીઓક્સીડેન્ટ, સેલેનિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે.

ડાયાબિટીસના દર્દીઓને મેથી અને તેના પાનથી થતા ફાયદા

મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમં રહે છે

મેથીમાં સોલ્યુબલ ફાયબર મળે છે જે શુગર શોષવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

તમે મેથીને મસાલા તરીકે ઉપયોગ કરો છો, સાથે જ તેના પાનને પણ ખાઈ શકો છો.

મેથીનું રેગ્યુલર સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થયા છે જેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઘટે છે.

મેથીના પાન હૃદયના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક ઔષધિ જેવા છે.

જો દરરોજ સવારે મેથીનું પાણી પિવામાં આવે તો વધતું વજન ઝડપથી ઓછું થઈ શકે છે.

(5:11 pm IST)