Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારો મોબલિચિંગ જેવાઃ સાઉથની અભિનેત્રી સાઇ પલ્લવીના નિવેદનથી સોશ્યલ મીડિયામાં બબાલ

કાશ્મીરી પંડિતોની તુલના ગૌરક્ષકો સાથે કરી

મુંબઇઃ ધર્મના નામ પર થઇ રહેલી હિંસાની ટિકા કરતા અભિનેત્રી સાઇ પલ્લવીએ કાશ્મીરી પંડિતોના પલાયનની તુલના ગૌરક્ષકતા સાથે કરી હતી. અભિનેત્રીએ કહ્યુ, કાશ્મીર ફાઇલ્સે બતાવી દીધુ કે તે સમયે કેવી રીતે કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા હતા. જો તમે આ મુદ્દાને એક ધાર્મિક સંઘર્ષના રૂપમાં લઇ રહ્યા છો તો તાજેતરમાં એક ઉદાહરણ હતુ જ્યા એક મુસ્લિમ પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે ગાયને લઇને જઇ રહેલુ વાહન ચલાવી રહ્યો હતો અને લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. તો પછી શું થયુ અને હવે શું થઇ રહ્યુ છે, તેમાં અંતર શું છે?

સાઇ પલ્લવીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોની તુલના મૉબ લિચિંગ સાથે કરી હતી. સાઇ પલ્લવીના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બબાલ થઇ ગઇ હતી. એક તરફ કેટલાક લોકો સાઇ પલ્લવીનો સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ લોકો તેની પર ભડકી રહ્યા છે. સાઇ પલ્લવીએ પોતાના ઇન્ટરવ્યૂમાં એમ પણ કહી દીધુ કે હું એક ન્યૂટ્રલ એનવાયરમેન્ટમાં ઉછરી છું. મે લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ વિશે ઘણુ સાંભળ્યુ છે પરંતુ હું કોઇને પણ સાચુ કે ખોટુ નથી કહી શકતી.

સાઇ પલ્લવી પોતાની આગામી ફિલ્મ વિરાટ પર્વમના પ્રચારમાં વ્યસ્ત છે, જે 17 જૂને થિયેટરમાં રીલિઝ થશે, તેને આ ફિલ્માં એક એવી મહિલાનો રોલ કર્યો છે જેને નક્સલી નેતા સાથે પ્રેમ થઇ જાય છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતીએ નક્સલી નેતાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ રીયલ ઘટનાથી પ્રેરિત છે.

(5:37 pm IST)