Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હરિયાણામાં ૨ વર્ષથી સેનામાં જવા માટે તૈયારી કરતા જીંદ જીલ્લાના લિજવાના કલા ગામના યુવકનો આપઘાત

અઠવાડિયે અથવા ૧૫ દિવસે ઍક વખત ઘરે જતો

નવી દિલ્હીઃ બે વર્ષથી સેનાની ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે રોહતકની પીજી હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી નાખી છે. મૃતકનું નામ સચિન છે જે જિલ્લા જીંદના લિજવાનાનો રહેવાસી હતો. શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી. પરિવારજનોએ એટલુ જરૂર જણાવ્યુ કે તે સેનામાં ભરતી થવા માંગતો હતો અને તેના માટે મહેનત કરી રહ્યો હતો.

જીંદ જિલ્લાના લિજવાના કલા ગામનો રહેવાસી સચિન બે વર્ષથી સેનાની ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તે રોહતકની દેવ કોલોનીની સક પીજીમાં રહેતો હતો. સવારે પીજીના વિદ્યાર્થીઓએ જોયુ તો તે ફાંસી પર લટકેલો હતો. જાણકારી મળતા જ પીજી સંચાલક પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે શબને પોતાના કબજામાં લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યુ કે સચિનનું સ્વપ્ન સેનાની ભરતીમાં જવાનું હતું. માટે તે 2 વર્ષથી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તે અઠવાડિયા અથવા 15 દિવસમાં એક વખત ઘરે જતો હતો.

(5:38 pm IST)