Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મૂસેવાલાની હત્યાનું કાવતરૃં ૩ ગેંગસ્ટરે ઘડ્યાનું અનુમાન

પોલીસ મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર ઉકેલવામાં સફળતા ભણી : ૩ ગેંગસ્ટરોએ ૪ રાજ્યમાંથી ૮ શૂટરો હાયર કર્યા હતા

અમૃતસર, તા.૧૬ : પંજાબ અને દિલ્હીના પોલીસને પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળના ષડયંત્રને ઉકેલવામાં ઘણી હદ સુધી સફળતા મળી છે.  પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીની તિહાડ જેલ અને વિદેશમાં બેઠેલા ૩ ગેંગસ્ટરોએ મળીને ૪ રાજ્યોમાંથી ૮ ભાડેના શૂટરો હાયર કર્યા હતા અને અંતમાં એક ડ્રગ એડિક્ટે સિદ્ધુ મૂસેવાલાની છેલ્લી મિનિટની રેકી કરી હતી જેના બદલે તેને માત્ર થોડા હાજાર રૂપિયાઓ મળવાની વાત સામે આવી રહી છે. ઘણા મહિનાઓમાં યોજવામાં આવેલા આ હત્યાના ષડયંત્રને અંજામ આપવા માટે કેટલાક શૂટરોને ૩.૫ લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યા હતા.

પંજાબ પોલીસ આ ઘટના પાછળ કેટલાક ગેંગની પરસ્પર દુશ્મનાવટને જવાબદાર માની રહી છે. ૨૯ મેના રોજ મનસામાં ધોળા દિવસે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કર્યાના ૧૮ દિવસ બાદ પણ રાજ્યના અધિકારી કોઈ પણ શૂટરોની ધરપકડ નથી કરી શકી. પુણે પોલીસે જરૂર ૨ શૂટરોની ધરપકડ કરી છે અને તેને ટૂંક સમયમાં પંજાબ લાવવામાં આવશે. તો પણ પંજાબ પોલીસને આશા છે કે, હત્યાના ષડયંત્રના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ચાલી રહેવી પૂછપરછ થકી દરેક વાતનો ખુલાસો થઈ શકે છે.

પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં આ મામલાનો ઉકેલ આવી જશે. બધા આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેશે અને હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા હથિયારોને જપ્ત કરી લેવામાં આવશે. પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોને પણ શોધી રહી છે જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે, તેને રાજ્યમાં ક્યાંક જમીનમાં દાટી દેવામાં આવ્યા છે.

પોલીસ હવે એ લગભગ માની ચૂકી છે કે, મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ટીમનો હાથ છે. આ યોજનામાં તેનો મુખ્ય સહયોગી કેનેડામાં રહેતા એક ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને એક અન્ય ગેંગસ્ટર વિક્રમ બરાડ છે. દિલ્હીથી લાવ્યા બાદ હવે બિશ્નોઈની પંજાબ પોલીસ પૂછપરછ કરી રહી છે જ્યારે અન્ય બે કાવતરાખોરો વિદેશમાં છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેમણે અત્યાર સુધીમાં ૬ શૂટરોની ઓળખ કરી લીધી છે. શૂટરોમાં ૩ પંજાબના, ૨ હરિયાણાના, એક રાજસ્થાનનો અને ૨ મહારાષ્ટ્રના ગણાવવામાં આવી રહ્યા છે. આ બધા શૂટરોની વ્યવસ્થા ગોલ્ડી બરાડ અને વિક્રમ બરાડે કરી હતી. પુણે પોલીસે બે શૂટરો સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની ધરપકડ કરી છે.

પોલીસે ૯ લોકોની હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા બે વાહનોની વ્યવસ્થા કરવા, હત્યા અગાઉ કેટલાક શૂટરોને આશ્રય આપવા અને મૂસેવાલાની ગતિવિધિઓની રેકી કરવા જેવી ઘટનાઓને અંજામ આપવાના આરોપમાં ધરપકડ કરી છે.

 

(8:13 pm IST)