Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નાગપુરમાં BA.5 વેરિઅન્ટના વધુ 2 દર્દીઓ મળ્યા

એક દર્દીની ઉંમર 29 વર્ષ અને બીજા દર્દીની ઉંમર 54 વર્ષ: બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી

મુંબઈ :  મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસ વધીને 20,634 થઈ ગયા છે. બુધવારે બીજે મેડિકલ કોલેજ પુણેના રિપોર્ટ અનુસાર, BA.5 વેરિઅન્ટના 4 દર્દીઓ મળી આવ્યા હતા. આજે વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. નાગપુરમાં BA.5 વેરિઅન્ટના વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. એક દર્દીની ઉંમર 29 વર્ષ અને બીજા દર્દીની ઉંમર 54 વર્ષ છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી આવી છે. આ બંને દર્દીઓ કેરળ અને મુંબઈ ગયા હતા. જો કે તે બંને સંપૂર્ણપણે વેક્સીનેટેડ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં BA.4 અને BA.5ના 19 કેસ નોંધાયા છે.

(10:02 pm IST)