Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આગામી પાંચ દિવસ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી:આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર

IMD એ અરુણાચલ પ્રદેશ માટે પણ 17 જૂન સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી :સમગ્ર ભારતમાં પહેલો વરસાદ પડી ચુક્યો છે અને ચોમાસાએ દસ્તક આપી છે ત્યારે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશા અને  પશ્ચિમ બંગાળમાં વરસાદ પડશે. આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. આ સાથે, હવામાન વિભાગે આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતા, પૂર્વોત્તર રાજ્યોમાં 17 જૂન સુધી ભારે વરસાદની ગતિવિધિઓની આગાહી કરી છે. IMD એ આ રાજ્યો માટે 17 જૂન સુધી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુવાર અને શુક્રવાર માટે આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ ઉપરાંત, IMD એ અરુણાચલ પ્રદેશ માટે પણ 17 જૂન સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

(12:37 am IST)