Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ ડો.આકાશ આહુજા ફરીથી સાન્ટા ક્લેરિટા સિટી કાઉન્સિલર તરીકે ઉમેદવારી નોંધાવશે : 2020 માં યોજાયેલી ચૂંટણીમાં પરાજિત થયા બાદ 2022 માં ફરીથી નસીબ અજમાવવાનો નિર્ણય

કેલિફોર્નિયા : અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં આવેલા સાન્ટા ક્લેરિટા સિટીના કાઉન્સિલર તરીકે ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ ડો.આકાશ આહુજા  ફરીથી ઉમેદવારી નોંધાવશે .2020 માં યોજાયેલી ચૂંટણીમાં પરાજિત થયા બાદ તેમણે 2022 માં ફરીથી નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો છે.

2020 ની સાલમાં યોજાયેલી ચૂંટણીમાં 9 ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં તેઓ છઠ્ઠા ક્રમે આવ્યા હતા. હવે 4 જુલાઈ 2021 ના રોજ તેમણે ફરીથી ઉમેદવારી નોંધાવી છે.

ડો.આહુજા 2014 ની સાલથી સાન્ટા ક્લેરિટા સિટીમાં સ્થાયી થયા છે.તથા કેલિફોર્નિયા સ્ટેટ પ્રિઝન કમિટીમાં સાઇકિયાટ્રિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેઓ કહે છે કે અમને  સાન્ટા ક્લેરિટા સિટીએ ઘણું આપ્યું છે. જેનું અમે ઋણ ચૂકવવા માંગીએ છીએ.તેઓ આરોગ્ય સેવાઓ ,શિક્ષણ ,સહિતના વિકાસ સાથે શહેરને વધુ સમૃદ્ધ બનાવવાની નેમ રાખે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
 

(6:53 pm IST)