Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

તૂર્કીના ઉત્તરી પ્રાંતોમાં ભીષણ પૂર: છ લોકોનાં મોત :ત્રણ લાપતા

રીઝ પ્રાંત સૌથી વધુ પ્રભાવિત : નદીઓ છલકાઈ જતાં નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

અંકારા :તુર્કીના ઉત્તરી પ્રાંતોમાં ભીષણ પૂર આવ્યું હતું. તેમાં છ લોકોનાં મોત થયા હતા અને ત્રણ લાપતા બની ગયા હતા. ઉત્તરી પ્રાંતમાં પૂરના કારણે ભૂસ્ખલન પણ થયું હતું. પૂરના કારણે ઠેર-ઠેર વીજળી ગૂલ થઈ ગઈ હતી. રીઝ પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો હતો. છેલ્લાં થોડા દિવસથી તૂર્કીના ઉત્તરી પ્રાંતોમાં ભારે વરસાદ પડયો હતો.

એ વરસાદના કારણે નદીઓ છલકાઈ જતાં નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. એ વિસ્તારમાં હજુય પણ બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

નદીકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી શરૃ કરાઈ હતી. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનના એકથી વધુ બનાવો બન્યા હતા. તુર્કીના રીઝ પ્રાંતની સરકારે લોકોને બહાર ન નીકળવાની ચેતવણી આપીને બચાવ ટૂકડીઓને એલર્ટ જારી કર્યો હતો.

(12:20 am IST)