Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

લિંકન ફાર્માનો ચોખ્‍ખો નફો રૂ. ૧૫.૦૧ કરોડ

મુંબઇ,તા. ૧૬: ભારતની અગ્રણી હેલ્‍થકેર કંપનીઓમાં સમાવિષ્ટ લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૫.૦૧ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. ૧૧.૧૦ કરોડના ચોખ્‍ખા નફા કરતાં ત્રિમાસિક ધોરણે ૩૫.૨ ટકા વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. ૧૨૯.૯૭ કરોડ રહી હતી જે ત્રિમાસિક ધોરણે ૨૪.૪ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. ૨૩.૪૧ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. ૧૯.૩૨ કરોડની એબિટા કરતાં ૨૧.૧૪ ટકાનો વધારો દર્શાવે છે. ઈપીએસ શેરદીઠ રૂ. ૭.૪૯ રહી હતી જયારે નિકાસો રૂ. ૬૬.૦૮ કરોડ રહી હતી.કંપનીના પરિણામો અને પ્રદર્શન અંગે ટિપ્‍પણી કરતાં લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી મહેન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૨૩ કંપની માટે વૃદ્ધિનું વર્ષ રહેશે. સેફોલોસ્‍પોરિન પ્રોડક્‍ટ્‍સના વિસ્‍તરણ માટે મહેસાણા એકમથી કોમર્શિયલ પ્રોડક્‍ટ્‍સ અને યુરોપિયન યુનિયન તથા ઓસ્‍ટ્રેલિયન માર્કેટ્‍સમાં નિકાસો વર્તમાન નાણાંકીય વર્ષમાં શરૂ થવાની સંભાવના છે.

(11:52 am IST)