Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બીગબુલ-રાકેશ ઝૂનઝૂન વાલાના ગ્રહો

જીવનમાં નસીબ મોટી વસ્‍તુ છે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી પણ જો મહેનતની સાથે નસીબ પણ હોય તો વ્‍યકિત કરોડોમાં આળોટી શકે છે.

હીન્‍દુસ્‍તાનના વોરેન બફેટ તરીકે જેમણે નામના મેળવેલ તે બીગબુલ લક્ષ્મીયોગ વાળા હતાં.

જયારે શનિ અને રાહુની તમોને મદદ મળે છે તો જ તમો કરોડપતિ કે અબજો પતિ બની શકો છો.

૧૯૮પ માં ગુરૂનું ભ્રમણ મકર રાશિમાં હતુ ત્‍યારે તેમણે શેર બજારમાં રોકાણ કરેલ.

૧૯૯ર માં શનિ મકર રાશિમાં પ્રવેશ કરેલ. ત્‍યારે કરોડો રૂપિયા નફો કરેલ.

અને ઉ.વ. ૩૬ પછી રાહુ એ મદદ શરૂ કરેલ. જે શેર બજારમાં ગ્રહોની ચાલ અને યોગ્‍ય સમય રોકાણ શકિત અને ગ્રહોની મદદ તો ખાસ જરૂર છે. આજે ઝૂનઝૂનવાલા હયાત નથી પણ શેરબજાર તેઓને કાયમી યાદ રાખશે. ઇશ્વર તેમના આત્‍માને શાંતિ આપે.

(12:40 pm IST)