Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ડોનાલ્ડ ટ્રમ્પનો પાસપોર્ટ ચોરાઈ ગયો!

જ્ગ્ત્ પર આરોપ મૂકયો; પ્રોપર્ટીની શોધ દરમિયાન ત્રણ પાસપોર્ટ ચોરાઈ ગયા

શિંગ્ટન, તા.૧૬: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમનો પાસપોર્ટ ચોરાઈ ગયો છે. ટ્રમ્પે આ માટે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (જ્ગ્ત્) પર આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમના નિવાસસ્થાન પર તાજેતરમાં એજન્સીના દરોડામાં તેમનો પાસપોર્ટ ચોરાઈ ગયો છે. 'માર-એ-લાગો પ્રોપર્ટીની શોધ દરમિયાન, મારા ત્રણ પાસપોર્ટ (એકની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે) ચોરાઈ ગઈ છે.

ટ્રમ્પે સોમવારે તેમણે સહ-સ્થાપિત સોશિયલ નેટવર્ક પર પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ લખ્યું કે આ એક રાજકીય વિરોધી પર હુમલો છે અને જે આપણા દેશમાં પહેલા કયારેય જોવા મળ્યો નથી. તેમણે કહ્યું કે આ બધું કોઈ ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે.

પાસપોર્ટ જપ્ત વસ્તુઓની યાદીમાં નથી

જો કે એ સ્પષ્ટ નથી કે અમેરિકાના ફલોરિડામાં તેમની પ્રોપર્ટીની શોધખોળના એક અઠવાડિયા પછી જ ટ્રમ્પે આ વિશે કેમ વાત કરી. આ દરોડામાં શંકા વ્યકત કરવામાં આવી હતી કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી વર્ગીકૃત દસ્તાવેજો લઈને જાસૂસી એકટ અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે છે. યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડની વિનંતી પર ફલોરિડાની અદાલતે ગયા શુક્રવારે જપ્ત કરાયેલી વસ્તુઓની યાદી તેમજ સર્ચ વોરંટ પ્રકાશિત કર્યું હતું. જપ્ત કરાયેલ વસ્તુઓની યાદીમાં દસ્તાવેજો અને કેટલાક બોકસનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં પાસપોર્ટ સ્પષ્ટપણે સૂચિબદ્ઘ નથી.

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન પોસ્ટ અખબારના ફેકટ ચેકર્સનું કહેવું છે કે ટ્રમ્પે ૨૦૧૭થી પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં ૩૦,૦૦૦થી વધુ ખોટા અથવા ભ્રામક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન સમર્થકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ જો બિડેનની ઘટી રહેલી લોકપ્રિયતાથી ધ્યાન ભટકાવવા માટે ડેમોક્રેટ્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ ૨૦૨૪માં ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે તેવી ચર્ચા છે.

(1:55 pm IST)