Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જીએસટી કાઉન્‍સીલની હવે પછીની મીટીંગમાં રજૂ થઇ શકે છે દરખાસ્‍ત

હજુ પણ કેટલીક ચીજોના જીએસટીમાં સુધારો થશે :મંત્રીઓનું ગ્રુપ તેના પર કામ કરી રહ્યુ છે

નવી દિલ્‍હી, તા.૧૬: જીએસટી કાઉન્‍સીલ કેટલીક છૂટછાટો પાછી ખેંચવા ઉપરાંત બાકી રહેલ ઇન્‍વર્ટેડ ડયુટીના કેટલાક કેસોમાં જીએસટીના દરમાં સુધારાનો વધુ એક રાઉન્‍ડ લાવી શકે છે. કર્ણાટકના મુખ્‍યમંત્રી બસવરાજ બોમ્‍માઇના નેતૃત્‍વ હેઠળનું પ્રધાનોનું એક ગ્રુપ આના પર કામ કરી રહ્યું હોવાનું આ મુદ્દાથી માહિતગાર વર્તુળોએ જણાવ્‍યુ છે.
માહિતગાર વ્‍યકિતએ કહ્યું, ‘ઘણા નિર્ણયો લેવાયા હોવાથી છેલ્લી બે-ત્રણ મીટીંગ બહુ ઉપજાઉ રહી હતી પણ ટેક્ષટાઇલ્‍સ સહિતની ઘણી સુધારાની કસરત હજુ પુરી નથી થઇ અને ઘણું કામ હજુ બાકી છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનોનું ગ્રુપ આના પર કામ કરી રહ્યુ છે અને એક દરખાસ્‍ત હવે પછીની કાઉન્‍સીલ મીટીંગમાં રજૂ થઇ શકે છે. જીએસટી કાઉન્‍સીલની હવે પછીની મીટીંગ સપ્‍ટેમ્‍બરમાં થવાની શકયતા છે.
ઇન્‍વર્ટેડ ડયુટી એવા માળખાને સ્‍પર્શે છે જેમાં ઇન્‍પુટ ટેક્ષનો દર તૈયાર થયેલ વસ્‍તુ કરતા વધારે હોય છે. જો જરૂર પડશે તો ટેક્ષ વિભાગ ઇન્‍ડસ્‍ટ્રી પાસેથી તેમના ફીડબેક મેળવશે તેમ પણ અધિકારીએ કહ્યુ છે.નિષ્‍ણાંતો અનુસાર, ઇલેકટ્રીક વાહનો સહિતના ઓટોમોબાઇલ, કેટલીક ઇલેકટ્રોનિક વસ્‍તુઓ,  યુરીયા અને અન્‍ય ખાતર ઇન્‍પુટસ વગેરેમાં ઇન્‍વર્ટેડ ડયુટી લાગે છે.સૌરભ અગ્રવાલ નામના ટેક્ષ નિષ્‍ણાંતે કહ્યું કે ટેક્ષટાઇલ્‍સ, ઇલેકટ્રીક વાહનો વગેરેના ઇન્‍વર્ટેડ માળખામાં સુધારાથી ઉદ્યોગોને તેની જમા થયેલ ક્રેડીટ મેળવવામાં, તેમની વર્કીગ કેપીટલની તકલીફો સુધારવામાં કોમ્‍પલાયન્‍સ ઘટાડવામાં મદદ મળશે.

 

(3:35 pm IST)