Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રામાયણ ફેમ દિપીકા ચિખલીયાએ ભુલમાં પ્રધાનમંત્રીને ટેગ કરવાની જગ્‍યાએ પાકિસ્‍તાનના પી.એમ.ના હેન્‍ડલને ટેગ કર્યુ

અભિનેત્રીએ સફેદ કપડામાં ટ્‍વિટર પર હાથમાં ઝંડો પકડી ફોટો શેર કર્યો

મુંબઇઃ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સામાન્‍ય નાગરિકોથી લઇ બોલિવુડ સ્‍ટાર્સે પણ તિરંગો લહેરાવ્‍યો હતો. જેમાં રામાયણ ફેમ દિપીકા ચિખલીયાએ ભુલમાં પ્રધાનમંત્રીને ટેગ કરવાની જગ્‍યાએ પાકિસ્‍તાનના પ્રધાનમંત્રીના ટ્‍વિટર હેન્‍ડલને ટેગ કર્યુ હતું.

આજે દેશભરમાં આઝાદીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરી લીધા છે. તેવામાં સરકારે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. દેશભરમાં ઘરે-ઘરે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સાથે-સાથે બોલીવુડ અને ટીવી સ્ટાર્સે પણ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો. પરંતુ રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયાથી એક ભૂલ થઈ ગઈ.

દીપિકા ચિખલિયાથી થઈ ભૂલ

દીપિકા ચિખલિયાએ ટ્વિટર પર હાથમાં ઝંડો પકડી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે સફેદ કપડામાં સલામ કરતા જોવા મળી રહ્યાં છે. તેમના હાથમાં તિરંગો છે. દીપિકાએ ફોટો શેર કરતા લખ્યું, '75માં સ્વતંત્રતા દિવસની બધાને શુભેચ્છા, પરંતુ તેમણે ભૂલથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ પાકિસ્તાની પ્રધાનમંત્રીના ટ્વિટર હેન્ડલને ટેગ રી દીધું છે.'

ટ્રોલ્સ પડી ગયા પાછળ

હવે દીપિકાથી ભૂલ થઈ છે એટલે ટ્રોલર્સના નિશાને આવવું વ્યાજબી છે. દીપિકાના ફોટો પર ઘણા લોકોએ મીમ્સ શેર કરવાના શરૂ કરી દીધા છે. એક યૂઝરે આંખ બંધ કરી નિશાન લગાવતા વ્યક્તિનો ફોટો શેર કર્યો અને લખ્યું કે પીએમનું ટ્વિટર હેન્ડલ પસંદ કરતા સમયે. બીજાએ લખ્યું- રિલેક્સ કરો મિત્રો, પાકિસ્તાન પણ ભારતનું શહેર છે. એક યૂઝરે રામાયણના લક્ષ્મણનો ફોટો શેર કર્યો છે. તેમાં લક્ષ્મણ કહે છે, હે પ્રભુ મને તો આ કોઈ માયાજાળ લાગે છે.

ઘણા યૂઝર્સ તે વાતને લઈને કન્ફ્યૂઝ છે કે આખરે દીપિકા ચિખલિયાએ પાકિસ્તાનના પીએમના ટ્વિટર હેન્ડલને ટેગ કેમ કર્યું છે. ઘણા મીમર્સ દીપિકાની આ ભૂલ પર હસી રહ્યાં છે.

દીપિકા ચિખલિયાને રામાનંદ સાગરની સીરિયલ રામાયણથી ઓળખ મળી હતી. આ સીરિયલમાં તેમણે માતા સીતાનો રોલ કર્યો હતો. તો અરૂણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

(6:23 pm IST)