Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વધારે પડતી કાચી ડુંગળી ખાવાથી સાવધાનઃ છાતીમાં બળતર તથા એસિડીટીની તકલીફ થઇ શકે

ડુંગળીમાં ગ્‍લુકોઝ, કૂકટોઝ અને ફાયબરની માત્રા વધારે હોવાથી પાચન થતુ નથી

નવી દિલ્‍હીઃ વધુ માત્રામાં કાચી ડુંગળીનું સેવન કરવાથી છાતીમાં બળતરા તથા એસિડીટી થવાની શક્‍યતાઓ રહે છે. બ્‍લડ સુગરના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી હાનિકારક છે. કાચી ડુંગળી ખાતા પહેલા ડોક્‍ટરની સલાહ લેવી જોઇએ.

ડુંગળી કાપવાથી ભલે આંખોમાંથી આંસુ નીકળી જાય છે, પણ તેના ફાયદા અનેક છે. તેમ છતાં જો તમે જરૂર કરતાં વધારે ડુંગળી ખાશો તો આપને નુકસાન પણ થઈ શકે છે.  તો આવો જાણીએ કે જરૂર કરતા વધારે ડુંગળી ખાવાથી કયા પ્રકારની તકલીફો પડી શકે છે.

ડુંગળીમાં આટલી વસ્તુઓ હોય છે વધારે-

ડુંગળીમાં ગ્લૂકોઝ અને ફ્રૂક્ટોઝ વધારે માત્રામાં હોય છે. આ સિવાય ડુંગળીમાં ફાયબરની માત્રા પણ વધારે હોય છે. જેને કેટલાક લોકો સારી રીતે પચાવી નથી શક્તા. તેવામાં એસિડિટીની તકલીફ પણ થતી હોય છે.

બ્લડ શુગરના દર્દીઓ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લે-

બ્લડ સુગરના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી ફાયદાકારક નથી. આપને ખબર હશે કે ડાયબિટિસના દર્દીઓને કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા ધ્યાન રાખવુ પડતું હોય છે. તેવામાં કાચી ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. નહિંતર તકલીફ વધી શકે છે.

છાતીમાં થઈ શકે છે બળતરા-

જો આપ વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો તો આપ સાવધાન થઈ જજો. કારણ કે તેનાથી આપની તકલીફો વધી શકે છે. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. એટલે કે કાચી ડુંગળી ખાવાથી બચો.

મોઢામાં વાસ મારશે-

કાચી ડુંગળી વધારે ખાવાથી મોઢામાં વાસ પણ મારતી હોય છે. તેવામાં એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે વધારે ડુંગળી ના ખાઓ.

(6:24 pm IST)