Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સ્ટેટ બેંકે લોનના વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો

રિઝર્વ બેન્કને પગલે અન્ય બેંકોએ પણ વ્યાજ દર વધાર્યા : હોમ અને ઓટો લોન સહિત બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી તમામ પ્રકારની લોનના વ્યાજદર ૧૫ ઓગસ્ટથી વધી ગયા

નવી દિલ્હી, તા.૧૬ : રિઝર્વ બેક્ને રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેક્ન એસબીઆઈએ પણ પોતાના ગ્રાહકો પર લોનનો બોજ વધારી દીધો છે. બેક્ને બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી લોનના વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરી દીધો છે.

હોમ અને ઓટો લોન સહિત બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી તમામ પ્રકારની લોનના વ્યાજદર ૧૫ ઓગસ્ટથી વધી ગયા છે. આની સીધી અસર ગ્રાહકોના ઈએમઆઈપર પડશે. આના પહેલા મહિનાની શરૃઆતમાં રિઝર્વ બેક્ને પણ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. એસબીઆઈએ ૧૫ ઓગસ્ટથી જ પોતાના એમસીએલઆરમાં પણ ૦.૨૦ ટકાની વૃદ્ધિ કરી છે.

એમસીએલઆરમાં વધારા બાદ એક વર્ષનો વ્યાજ દર ૭.૭૦ ટકા થઈ ગયો છે. જે પહેલા ૭.૫૦ ટકા હતો. આ રીતે બે વર્ષના એમસીએલઆર ૭.૯ ટકા અને ત્રણ વર્ષનો ૮ ટકા થઈ ગયો છે. હજુ બેક્નની મોટાભાગની લોન એક વર્ષના એમસીએલઆર દર સાથે જોડાયેલા છે.

એસબીઆઈએ ૦.૫૦ ટકાનો વધારો કર્યા બાદ બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોનનો વ્યાજદર એટલે કે ઈબીએલઆરવધીને ૮.૦૫ ટકા પહોંચી ગયુ છે જ્યારે રેપો રેટ આરએલએલઆરસાથે જોડાયેલી લોનનુ વ્યાજદર ૭.૬૫ ટકા થઈ ગયુ છે. બેક્ન આના આધારે ક્રેડિડ રિસ્ક પ્રીમિયમ પણ લે છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લઈ રહ્યા છો તો આ વ્યાજદરમાં ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (સીઆરપી) પણ જોડાશે.જો તમારી ૩૦ લાખ રૃપિયાની હોમ લોન ૭.૮ ટકા વ્યાજદર પર ૨૦ વર્ષ માટે ચાલી રહી છે તો વર્તમાન ઈએમઆઈ ૨૪,૭૨૧ રૃપિયા આવશે. આ પ્રકારે તમે સંપૂર્ણ સમયગાળામાં ૨૯,૩૩,૦૬૦ રૃપિયા વ્યાજ તરીકે ચૂકવશો. હવે બેક્ને વ્યાજદર ૦.૫૦ ટકા વધાર્યો છે તો વ્યાજદર ૮.૩૦ ટકા થઈ જશે. હવે તમારો ઈએમઆઈ ૨૫,૬૫૬ રૃપિયા આવશે. એટલે કે દર મહિને તમારો ખર્ચ ૯૩૫ રૃપિયા અને આખા વર્ષમાં ૧૧,૨૨૦ રૃપિયા વધી જશે. આ વ્યાજદર અનુસાર નવી હોમ લોન પર ૩૧.૫૭,૪૯૦ રૃપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે.

 

(7:27 pm IST)