Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજસ્થાનના જાલોરમાં દલિત બાળકની હત્યા બાદ માહોલ ગરમાયો : કોંગ્રેસમાં રાજીનામાની લાઈન લાગી !

અટરુ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે રાજ્યમાં દલિતો પરના અત્યાચાર મામલે નારાજ થઈને ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું

બારા તા.16 : બારાં અટરૂ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને આપેલા તેમના રાજીનામાના પત્રમાં ધારાસભ્યએ જાલૌરમાં શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીના મોતથી પોતાને દુઃખી ગણાવ્યા છે. બે દિવસ બાદ સત્તાધારી પક્ષના ધારાસભ્યે મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધું હતું. મેઘવાળે પોતાના રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે, દેશની આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે. પણ દલિતો અને વંચિતો વર્ગ પર અત્યાચારો હાલમાં ચાલુ છે.

કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે, હું અત્યાચારોને જોઈને દુખી થયો છું, જેવી રીતે મારા સમુદાય પર અત્યાચાર થઈ રહ્યો છે, હું આ દુ:ખને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તેમણે કહ્યું કે, દલિત અને વંચિતને ઘડામાંથી પાણી પીવા, મૂંછ રાખવા, જાનમાં ઘોડી પર સવાર થવાના નામ પર મારવામા આવે છે. તેમણે કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયા ઠપ થઈ ચુકી છે. તપાસની ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે, થોડા વર્ષો બાદ દલિતો વિરુદ્ધ અત્યાચારના કેસો વધી રહ્યા છે. એવું લાગે છે કે, ભીમરાવ આંબેડકર દ્વારા લિખિત સંવિધાનમાં આપવામા આવેલા દલિતોના અધિકારોની રક્ષા કરનારુ કોઈ છે નહીં.

જાલોરમાં દલિત વિદ્યાર્થીના મોત બાદ કોંગ્રેસ પાર્ટીમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે. હવે ઉદયપુર જિલ્લા પરિષદના કોંગ્રેસ સભ્ય વિનોદ કુમાર મેઘવાળે મુખ્યમંત્રી અશોક ગહલોતને રાજીનામુ મોકલી આપ્યું છે. રાજીનામામાં લખ્યું છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત વંચિત વર્ગ પર અત્યાચારો થઈ રહ્યા છે. એટલા માટે હું મારા જિલ્લા પરિષદ સભ્ય પદેથી રાજીનામું આપું છું.

આ મામલામાં દૌસા જિલ્લાના વોર્ડ નંબર 12માંથી જિલ્લા પરિષદના સભ્ય કલ્યાણ સહાય ગોઠવાલે પોતાનું રાજીનામું આપી દીધું છે. કલ્યાણ સહાય ગોઠવાલે ફણ પોતાનું રોજીનામામાં ઉપર મુજબની વાત લખી છે. તેમણે લખ્યું છે કે, જ્યારે અમે સંવિધાનમાં આપેલા અધિકારોનું રક્ષણ અને ન્યાય અપાવવામાં નિષ્ફળ જઈએ તો પછી આ પદે રહેવાનો શું ફાયદો.

(7:42 pm IST)