Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બિહાર સરકારની કેબિનેટનું થયું વિસ્તરણ : 31 નવા મંત્રીઓએ શપથગ્રહણ કર્યા

રાજ્યપાલ ફાગૂ ચૌહાણે મહાગઠબંધનના તમામ નેતાઓને મંત્રી પદના શપથ લેવડાવ્યા : JDUમાંથી સૌથી વધુ 16 મંત્રી બન્યા

પટના : બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ છે. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જોવા મળ્યો છે. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં 31 ધારાસભ્ય અને MLCએ આજે મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં RJDમાંથી સૌથી વધુ 16 મંત્રી બન્યા હતા. JDUના 11 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસના 2, હમના એક અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. વિભાગની વહેચણી આજે જ થવાની શક્યતા છે.

નીતિશ કુમારની નવી કેબિનેટમાં સામેલ સુરેન્દ્ર યાદવની છબી એક દબંગ નેતા તરીકેની છે. 1998માં જહાનાબાદ લોકસભા બેઠક પરથી 13 મહિના સાંસદ પણ રહ્યા હતા, તે સમયે નાયબ વડાપ્રધાન રહેલા લાલકૃષ્ણ અડવાણીના હાથમાંથી મહિલા અનામત બિલ છીનવીને ફાડી નાખવાની ઘટના સુરેન્દ્ર યાદવની ઓળખ એક દબંગ નેતાના રૂપમાં થઇ ગઇ હતી.

આરજેડીના સીનિયર નેતા ભાઇ વીરેન્દ્ર અને અખ્તરૂલ શાહીનનું મંત્રી પદની રેસમાં નામ ચાલતુ હતુ. સોમવાર મોડી રાત્રે તેજસ્વી યાદવના આદેશ પર આ બન્નેનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ હતુ. નામ કપાતા ભાઇ વીરેન્દ્રના સમર્થકમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઇસરાઇલ મંસૂરી, સારણના ગરખાના ધારાસભ્ય સુરેન્દ્ર રામ, અનંત સિંહના નજીકના આરજેડી એમએલસી કાર્તિક સિંહ, AIMIM છોડીને આરજેડીમાં આવેલા શાહનવાઝ આલમે મંત્રી પદના શપથ લીધા હતા.

આરજેડી નેત્રી અને રાબડી દેવીની નજીક ગણાતા અનિતા દેવીએ મંત્રી પદના શપથ લીધા હતા, તેમની સાથે જેડીયૂના ધારાસભ્ય જમા ખાન, આરજેડીના નેતા જિતેન્દ્ર રાય, જગદાનંદ સિંહના પુત્ર સુધાકર સિંહ અને જયંત રાજને રાજ્યપાલે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

(8:24 pm IST)