Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જમ્મુ કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગની ઘટના ‍! : કાશ્મીરી પંડિતની આતંકીઓએ કરી હત્યા

શોપિયા જિલ્લામાં 16 ઓગસ્ટે એક સફરજનના બગીચામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી : એક ઘાયલ

શ્રીનગર : શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સોમવારે એક સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હાતું. આતંકવાદીઓના ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મૃતક અને ઘાયલ બંને અલ્પસંખ્યક સમુદાય(કાશ્મીરી પંડિત)માંથી છે. ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને ઘટનાની જાણકારી આપતા કહ્યુ કે, આતંકવાદીઓએ શોપિયાના ચોટીપોરા વિસ્તારમાં એક સફરજનના બગીચામાં નાગરિકો પર ગોળી ચલાવી હતી.જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે અને એક ઘાયલ થયો છે. પોલીસે જણાવ્યુ કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આતંકી હુમલામાં મૃતકની ઓળખ સુનીલ કુમારના રૂપમાં થઇ છે. જ્યારે ઘટનામાં ઘાયલ થયેલા ભાઇની ઓળખ પિન્ટૂ કુમારના રૂપમાં થઇ છે.

બીજી તરફ ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ આ ટાર્ગેટ કિલિંગ બાદ કહ્યુ કે દેશ સાથે જમ્મુ કાશ્મીરમાં અમૃત મહોત્સવ અને તિરંગો લહેરાવવાથી આતંકી ડરી ગયા છે. આ આતંકીઓને પાતાળમાંથી શોધીને બહાર કાઢવામાં આવશે અને આ ગુના માટે કડકમાં કડક સજા કરવામાં આવશે.

કાશ્મીરમાં ગત વર્ષે ઓક્ટોબરમાં ટાર્ગેટ કિલિંગની એક આખી કડી જોવામાં આવી રહી છે. આ કિલિંગમાં જે લોકોનો જીવ ગયો તેમાં કેટલાક પ્રવાસી મજૂર હતા અથવા પછી કાશ્મીરી પંડિત હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસમાં સાત નાગરિક માર્યા ગયા હતા- જેમાં એક કાશ્મીરી પંડિત, એક શિખ અને બે પ્રવાસી હિન્દૂ સામેલ હતા.

આ રીતે આ વર્ષે મેમાં આતંકવાદી વડગામમાં તાલુકા વિકાસ અધિકારીના કાર્યાલયમાં ઘુસી ગયા હતા અને 36 વર્ષીય રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. રાહુલ ભટ્ટ એક કાશ્મીરી પંડિત હતો અને આ હત્યા બાદ ઘાટીમાં જોરદાર પ્રદર્શન થયા હતા. ઘાટીમાં કાશ્મીરી પંડિતોએ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકારના વિરોધમાં નારા લગાવતા સવાલ કર્યો હતો કે શું તેમણે મારવા માટે ઘાટીમાં પરત લાવ્યા છો.

(8:26 pm IST)