Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બાહુબલી ફેમ તમન્ના ભાટિયાએ IFFM 2022 એવોર્ડ્સમાં પોતાના બૂટ ઉતારીને દિવો પ્રગટાવ્યો

ઈન્સ્ટાગ્રામ પર એક ફેન એકાઉન્ટે ઈવેન્ટનો વીડિયો શેર કર્યો : સંસ્કૃતિ સાથે જોડાયેલ તમન્નાનું આ પગલું જોઈને ફેન્સ અભિનેત્રીની પ્રશંસા કરી

મુંબઈ : ભારતની ઉભરતી એકટ્રસ તમન્ના ભાટિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોવા માળે છે કે, તમન્ના ભાટિયાએ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્ન એવોર્ડ્સ 2022ના કાર્યક્રમમાં પોતાના જૂતા ઉતારીને ખુલ્લા પગે દિવો પ્રગટાવ્યો હતો. ફેન્સ અભિનેત્રીના તેના આ પગલાના ખૂબ વખાણ કરી રહ્યા છે. ત્યારે એક ફેન એકાઉન્ટે ઈવેન્ટનો વીડિયો શેર કર્યો છે.

IFFM 2022ની ઓપનિંગ નાઈટમાં તમન્ના ઉપરાંત અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પણ સ્ટેજ પર હાજર હતા. ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તાપસી પન્નુએ દીવો પ્રગટાવ્યા પછી તમન્નાને દીવો પ્રગટાવવા માટે બોલાવવામાં આવી હતી. તમન્નાએ દીવો પ્રગટાવતા પહેલાં પગમાં પહેરેલા જૂતા કાઢીને પછી દીપ પ્રગટાવ્યો હતો. જેને જોતાં ત્યાં હાજર એક મહિલાએ તેના હાવભાવની પ્રશંસા કરી. તેના પર તમન્નાએ કહ્યું, 'આ માત્ર દક્ષિણ ભારતીય પરંપરા છે. આ પછી તમન્નાએ ખુલ્લા પગે દીવો પ્રગટાવ્યો. તાપસીએ ઈવેન્ટ માટે મેચિંગ હીલ્સ સાથે ગ્રીન-બ્લેક પહેર્યું હતું. તમન્નાએ આ ઈવેન્ટ માટે ગ્રીન અને બ્લેક ડ્રેસ અને હીલ્સ પસંદ કરી હતી.

(12:09 am IST)