Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આમિર ખાનની `લાલ સિંહ ચડ્ઢા`ને ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સે 160 કરોડ રૂપિયામાં ખરીદી લીધી !

રિલીઝ પહેલા જ ફિલ્મને આ પ્લેટફૉર્મે 160 કરોડ રૂપિયાની કિંમતે વેચી દેવામાં આવી : પ્લેટફૉર્મે હજી સુધી આ વાતની પુષ્ઠિ કરી નથી

મુંબઈ : આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન 13 ઓગસ્ટના રોજ રીલીઝ થઈ હતી અને બૉયકોટના ટ્રેન્ડને કારણે બંને ફિલ્મ નિર્માતાઓ માટે હંગામો મચાવ્યો હતો. જે વચ્ચે લાલ સિંહ ચઢ્ઢા માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મને ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સે ખરીદી લીધી છે.

રિપૉર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાનની `લાલ સિંહ ચડ્ઢા`ને ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સે ખરીદી લીધી છે. જો કે, પ્લેટફૉર્મે હજી સુધી આ વાતની પુષ્ઠિ કરી નથી. પણ કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝ પહેલા જ ફિલ્મને આ પ્લેટફૉર્મે 160 કરોડ રૂપિયાની કિંમતે વેચી દેવામાં આવી હતી. જો આ રિપૉર્ટ સાચા છે તો આમિર ખાનને તેની ફિલ્મની રિલીઝ પહેલા જ એક મોટી રકમ મળી ગઈ છે. જો `લાલ સિંહ ચડ્ઢા`ના બજેટની વાત કરીએ તો ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ કહેવામાં આવી રહ્યું છે. આ રીતે જો રિપૉર્ટ સાચા છે તો ફિલ્મના નિર્માતાઓ માટે આ મોટી રાહતના સમાચાર હશે. લાલ સિંહ ચડ્ઢાને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર, નાગા ચૈતન્ય અને મોના સિંહ લીડ રોલમાં છે.

(12:11 am IST)