Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજકોટમાં કોરોનાનો કુલ આંક 4600ને પાર: સાંજે વધુ 47 સહિત આજે કુલ 94 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 47 અને બપોરે 47 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 94 કેસ નોંધાતા કુલ કેસ 4632 થયા છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 47 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા

કુલ કેસ  4632થયા. હાલ 1332 દર્દીઓ  સારવાર હેઠળ છે.આજ સુધીમાં કોવિડ ડેથ 86 થયા છે.

(12:00 am IST)