Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સંસદથી સડક સુધી ૩ વટહુકમ અંગે ખેડૂતોના દેખાવો

ભારતીય કિસાન યુનિયનમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા : દિલ્હીમાં ચક્કાજામ

નવી દિલ્હી તા. ૧૬ : ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ વટહુકમને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું છે. કેટલાંક ખેડૂત સંગઠનો સિવાય રાજકીય પક્ષ પણ આ વટહુકમનો વિરુદ્ઘ પ્રદર્શનમાં જોડાયાં છે. ભારતીય ખેડૂત યુનિયનમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો વટહુકમના મુદ્દે બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરવાના છે. જો કે સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે એક મળતા અહેવાલ મુજબ આ વિરોધમાં NDAનું સભ્ય અકાલીદળ પણ આ વિરોધમાં જોડાશે.

ભારતીય ખેડૂત યુનિયન નેતા ગુરનામ સિંહનું કહેવું છે કે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ૩ વટહૂકમના વિરોધમાં રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરાઈ રહ્યા છે.

માત્ર કિસાન સંગઠન જ નહીં પરંતુ મોદી સરકારના સહયોગ પણ આ વિરોધમાં જોડાશે. જેમાં મળતાં અહેવાલ મુજબ પંજાબના ભાજપના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ પણ આ અધ્યાદેશથી ખુશ નથી. સૂત્રોના જણાવ્યાં અનુસાર અકાલી દળ આ મુદ્દા પર બુધવારે વિરોધમાં જોડાશે.

આ પહેલા વામ દળોના સભ્યોએ ગઈકાલે 'ખેડૂત વિરોધી નીતિઓ'ને પરત લેવાની માંગને લઇને સંસદ પરિસરમાં ધરણા ધર્યા હતા. વામપંથી સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમાની પાસે ધરણા ધર્યા અને અધ્યાદેશના માધ્યમથી કેન્દ્ર દ્વારા લાવામાં આવેલી શ્ન–ચદૃખદ્બ વિરોધી નીતિઓને' પરત લેવાની માંગ કરી રહ્યાં હતા.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા સોમવારના રોજ ૩ બિલ કિસાન ઉપજ વેપાર અને વાણિજય (સંવર્ધન અને સુવિધા) અધ્યાદેશ, આવશ્યક વસ્તુ (સંશોધન) અધ્યાદેશ, મૂલ્ય આશ્વાસન તેમજ કૃષિ સેવા પર ખેડૂત (સશકિતકરણ અને સંરક્ષણ) સમજુતિ અધ્યાદેશ ૨૦૨૦ પાસ કર્યાં છે. આ ત્રણેય વટહૂકમ આવ્યા બાદ સતત ખેડૂતોનો વિરોધ કરી રહ્યાં છે.

(11:13 am IST)
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઇ હતી : ટ્વીટર ઉપર જાણ કરી access_time 8:44 pm IST

  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST