Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભારતમાં એક અનોખુ સંસદીય લોકતંત્ર છે,જ્યા સવાલોની મંજૂરી નથી : પી ચિદમ્બરમનો કટાક્ષ

પ્રવાસીઓની મોત કે ઘર પહોંચવા બાદ થયેલી મોતનો કોઇ આંક ઉપલબ્ધ નથી : ચિદમ્બરમ

કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, ભારત એક અનોખું સંસદીય લોકતંત્ર છે જ્યાં કોઈ સવાલ પૂછવામાં આવતા નથી અને કોઈ ચર્ચા થતી નથી. ચિદમ્બરમે આ ટીપ્પણી લદ્દાખને ભારત ચાઇના વિવાદનાં મુદ્દે લોકસભામાં પાર્ટીને ન બોલવા દીધા બાદ કરી હતી.

પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા વિવાદ પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરેલા નિવેદન બાદ કોંગ્રેસને બોલવાની મંજૂરી ન આપતા રોષે ભરાયેલા કોંગ્રેસનાં સભ્યોએ લોકસભા વોકઆઉટ કર્યુ અને સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે એકત્ર થઇને વિરોધ-પ્રદર્શન કર્યુ. ચિદમ્બરમ એ ટ્વીટ કર્યું, "આજે ભારત એક અનોખું સંસદીય લોકશાહી છે જ્યાં કોઈ સવાલ પૂછાતા નથી અને જ્યાં ચર્ચાને મંજૂરી નથી

તેમણે લોકડાઉન દરમિયાન જીવ ગુમાવનારા પરપ્રાંતિયોનો આંક ઉપલબ્ધ નથી હોવાના કેન્દ્ર સરકારનાં નિવેદન પર પણ હુમલો કર્યો હતો , વરિષ્ઠ નેતાએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું , " આજે ભારત એક અનોખો દેશ છે જ્યાં લાંબા અંતર નક્કી કરીને પોતાના ઘરે જતા પ્રવાસીઓની મોત કે ઘર પહોંચવા બાદ થયેલી મોતનો કોઇ આંક ઉપલબ્ધ નથી

(12:24 pm IST)