Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર

કોરોના કાળમાં મોદી સરકારે પકવ્યા ખયાલી પુલાવ

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સતત મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. બુધવારે પણ રાહુલ ગાંધીએ કોરોના કાળ દરમિયાન મોદી સરકારની નિષ્ફળતાઓની ગણતરી કરી નિશાન તાકયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું છે કે આ સંકટ સમયમાં કેન્દ્ર સરકારે એક થી એક ખયાલી પુલાવ પકાવ્યા, જેમાં એક જ સત્ય નિકળ્યું.

કોંગ્રેસ નેતાએ ટ્વિટ કર્યું કે કોરોના કાળમાં ભાજપ સરકારે એકથી એક ખયાલી પુલાવ પકાવ્યા. રાહુલ ગાંધીએ આ દરમિયાન લખ્યું કે ૨૧ દિવસમાં કોરોનાને હરાવીશું. આરોગ્ય સેતુ એપ સુરક્ષા કરશે, ૨૦ લાખ કરોડનું પેકેજ, આત્મનિર્ભર બનો. સરહદમાં કોઇ ઘૂસ્યું નથી, પરિસ્થિતિ પર કાબુ છે, પરંતુ એક સત્ય પણ હતું, આપત્તિમાં 'અવસર' #PMCares

૨૧ દિવસમાં કોરોનાને હરાવીશું

આરોગ્ય સેતુ એપ સુરક્ષા કરીશું

૨૦ લાખ કરોડનું પેકેજ

આત્મનિર્ભર બનો

સીમામાં કોઇ નથી ઘૂસ્યું

સ્થિતિ કાબુમાં છે

પરંતુ એક સત્ય પણ હતું:  આપત્તિમાં 'અવસર' #PMCares

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સતત મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ લોકડાઉનને ખોટુ ગણાવ્યું અને કહ્યું કે વગર કોઇ રણનીતિથી કોરોના સામે લડત લડવામાં આવી, આ કારણે આટલા કેસ છે અને મૃત્યું થયા છે. આ સાથે જ રાહુલ ગાંધીએ પ્રવાસી શ્રમિકોને લઇને અર્થવ્યવસ્થા મુદ્દા પર સરકારની ખોટી નીતિઓ પર નિશાન તાકયું હતું.  રાહુલ ગાંધી દ્વારા સતત અર્થવ્યવસ્થાની સ્થિતિ પર વીડિયો બનાવી ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે, જેમાં રાહુલ ગાંધી પોતાનો મત રાખે છે. જો પીએમ કેઅર્સની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી આરોપ લગાવામાં આવ્યો કે સરકાર સત્ય છુપાવાનો પ્રયત્ન કરી રહી છે, એટલા માટે તે અંગે જાણકારી આપવામાં આવી રહી નથી.

(12:46 pm IST)