Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

'મોદી હે તો મુમકીન હે'

સૌથી વધુ દિવસ બીન કોંગ્રેસ વડાપ્રધાન રેહવાનો રેકોર્ડ નરેન્દ્રભાઈના નામે

જમ્મુ-કાશ્મીર માં થી ૩૭૦ ની કલમ હટાવી : રામ-જન્મભૂમી વિવાદનો અંત લાવી કર્યો શિલાન્યાસ : ૭૬ મહિનામાં ઢગલાબંધ વિકાસકાર્યો

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. ૧૬ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આવતી કાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે આ વેળાએ દેશભર માં વિવિધ જનહિતના કાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી થઇ રહી છે.

નરેન્દ્રભાઈ માટે કહેવાયું છે કે મોદી હે તો મુમકીન હે...

ખરેખર આ કથન સાર્થક થતું જોવા મળી રહ્યું છે પછી તે મુખ્યમંત્રી હોય કે હોય વડાપ્રધાન દરેક વેળાએ અશકય સમાન કાર્યો કરીને બતાવી ચુકયા છે અને એ પણ કોઈના દબાણ અને શેહ-શરમ માં આવ્યા વિના...

તાજેતરમાં જ નરેન્દ્રભાઈ એ પૂર્વ-વડાપ્રધાન અટલજીનો રેકોર્ડ તોડી સૌથી વધુ બીન કોન્ગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ નરેન્દ્રભાઈએ પોતાના નામે અંકિત કર્યો છે અટલજીએ પોતાના તમામ કાર્યકાળ મળીને ૨૨૬૮ દિવસ સુધી દેશના વડાપ્રધાનપદે રહ્યા હતા અને તેઓ સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા બીન કોન્ગ્રેસી વડાપ્રધાન હતા નરેન્દ્ર ભાઈ એ તેમને પાછળ છોડી દીધા છે આજ દિન સુધી જોઈએ તો તેમણે ૨૩૦૫ દિવસ વડાપ્રધાન તરીકે શાશન કર્યું છે એક રીતે કહીએ તો ભારતના રાજકીય ઈતિહાસ માં નરેન્દ્રભાઈ ચોથા સૌથી વધુ સાશન કરના વડાપ્રધાન બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેના આવા અનેક રેકોર્ડો તોડી નવા વિક્રમો પોતાના નામે અંકિત કર્યા છે.

વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ના આશરે ૭૬ મહિનાના મુખ્યત્વે કાર્યો ને જોઈએ તો.... ગુજરાતને આપી મોટી ભેટ છેલ્લા કેટલાક વર્ષોથી લટકેલ સરદાર સરોવર ડેમની ઉંચાઈનો પ્રશ્ન હલ કરી મંજુરી આપી કાર્ય આગળ ધપાવ્યું..

ત્યાર બાદ ગુજરાત ને આપી બીજી ભેટ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધાર્યું.

વૈજ્ઞાનિક ક્ષેત્રે એ પણ નરેન્દ્રભાઈએ કોઈ કચાશ નથી છોડી અત્યાર સુધી ની અગાઉની સરકારોએ કુલ બાવન સેટેલાઈટ લોન્ચ કરી હતી પરંતુ નરેન્દ્રભાઈએ પ્રારંભના ૫ વર્ષમાં જ ૨૭૦ સેટેલાઈટ લોન્ચ કરી અનેરો દાખલો બેસાડ્યો , ફોરેન ઈન્વેસ્ટમેન્ટ મામલે ચાઈનાને પછાડી ભારત આગળ આવ્યું.

સંરક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો અત્યાર સુધી તો માત્ર પાકિસ્તાન જ છમકલા કરતુ હતું પરંતુ હવે ચીન પણ આડોડાઈ પર ઉતાર્યું છે અને નેપાળ પણ એમની જ પોપટ ભાષા બોલી ભારત ને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ તો નરેન્દ્રભાઈ છે....

ડર્યા વિના કે શરણે થયા વિના લાલ આંખ કરી જવાબ આપતા દુશ્મન દેશોએ ઠંડુ પડવું પડ્યું છે.

આપણા ઘણા વાંચકોને યાદ હશે કે ૧૯૬૨ના ચાઈના સાથે યુદ્ઘ વેળાએ ભારત સરકારે જે તે સમયે પત્ર લખી ને અમેરિકાની મદદ માંગવી પડી હતી અને આ વેળાએ હજુ તો ચાઈના અડપલા જ કરે છે ત્યારે એક પણ વખત કીધા વગર વિશ્વની મહાસત્તા સમાન અમેરિકા ચાર વખત ભારત ને સપોર્ટ આપવાની વાત કરી ચુકયું છે શું ત્યારે આપણે એમના કેહવું જોઈએ કે મોદી હે તો મુમકીન હે....

રાફેલ ફાઈટર જેટની ના માત્ર ડીલ કરી પરંતુ ભારતમાં લાવી દુશ્મનોના છક્કા છોડાવી દીધા સંરક્ષણ ક્ષેત્રે કરોડો રુપયા ખર્ચી ભારત ને મજબુત બનાવ્યું અને હજુ પણ નરેન્દ્રભાઈ એ દિશામાં જ કામ કરી રહ્યા છે કદાચ એમનું સપનું હશે કે વિશ્વનો કોઈ પણ દેશ ભારતની સામે આંખ ઉપાડીને ના જોઈ શકે ....

વર્ષો જૂની જમ્મુ-કાશ્મીરની સમસ્યા હલ કરી.... પાંચમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ અને ૩૫- એ નાબૂદ કરી માત્ર ભારત માં જ નહિ વિશ્વ ભરમાં ચકચાર મચાવી ત્યાર બાદ રામજન્મભૂમી વિવાદનો શાંતિથી અંત લાવી તેમના જ હસ્તે પાંચમી ઓગષ્ટએ ભગવાન શ્રીરામના મંદિરનું ભૂમિપૂજન કર્યું અને જાણે નરેન્દ્રભાઈએ પાંચ શતકના વનવાસ પછી શ્રી રામચદ્ર જી ને પુનઃ અયોધ્યામાં પધરાવ્યા... એટલુ જ નહિ વિશ્વભરમાં કહેર સર્જનાર કોરોના જેવી મહામારીમાં પણ ડગ્યા વિના કડક નિર્ણયો લઇ પ્રજાજનોની પડખે રહી વિશ્વભરમાં નામના મેળવી...

નરેન્દ્ર ભાઈના વડાપ્રધાન તરીકેના જનહિત, લોકહિત, દેશહિત ના કાર્યો જોવા બેસીએ તો દિવસો લાગે અને લખવા બેસીએ તો પાનાઓ ભરાય.... કદાચ દેશમાં હજુ પણ ઘણા બદલાવ ની જરૂર હશે કે મોંઘવારી, ભાવવધારો કે બેરોજગારી જેવી સમસ્યા પણ હશે પરંતુ કેન્સરને મટાડવામાં થોડો સમય તો લાગે જ....

આવા દુરન્દેશી, સુઝબુઝ અને દેશદાઝ ધરાવતા ગુજરાતના પનોતા પુત્ર સમાન શ્રી નરેન્દ્રભાઈ આવતી કાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ યશસ્વી કારકિર્દીના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ દેશની લાખો ગરીબ જનતાના મોઢામાંથી એક અજ આશીર્વાદ નીકળે છે જુગ જુગ જીવો નરેન્દ્રભાઈ....

(2:42 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST